અમદાવાદના નિકોલમાં રસ્તા પર ગટરના પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર પર ફુટ્યો રોષ- Video
ગોપાલ ચોક ખાતે પાણીની સમસ્યાનો હજુ સુધી કોઇ નિકાલ નથી આવ્યો. સતત ચાર દિવસથી આ સમસ્યા ચાલી રહી છે. તંત્ર પર ઘેરાયા અનેક સવાલો, ક્યારે જાગશે તંત્ર?
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક ખાતે પાણી ભરાવાની સમસ્યાનો હજુ સુધી કોઇ નિકાલ નથી આવ્યો. દ્રશ્યો જોઈને લાગતું હશે કે, આ તો વરસાદનું પાણી ભરાયું હશે પણ ના આ જે પાણી ભરાયું છે તે ગટરના પાણી છે. અહીંયા ડ્રેનેજના પાણી એવા ફરી વળ્યા છે કે, લોકોને ચાલવામાં હેરાનગતિ થઈ રહી છે.
હવે જો આ સમસ્યાની વાત કરીએ તો, આ સમસ્યા સતત ચાર દિવસથી ચાલતી આવી રહી છે. ગોપાલ ચોક ખાતેના રહેવાસીઓએ આ સમસ્યા અંગે ઘણી રજૂઆત કરી અને ઉગ્ર પ્રદર્શન પણ કર્યું તેમ છતાંય આ સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી. લોકોએ કોર્પોરેશનની ઓફિસમાં જઈને રજૂઆત કરી અને એડિશનલ કમિશનર સ્થળ પર પણ મુલાકાત લીધી હતી. આ તમામ પ્રયાસો બાદ પણ તંત્ર દ્વારા કોઇ જ સમાધાન લાવવામાં આવ્યું નથી.
રહેવાસીઓ ગટરના પાણીની સમસ્યાથી હેરાન છે અને આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેની રાહ જોઈને બેસ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, ક્યાં સુધી અમે આવી પરિસ્થિતિમાં રહીશું? આનો જવાબ હજુ તેઓના માટે અકબંધ છે. ગટરનું પાણી સોસાયટીમાં છેક અંદર સુધી આવી રહ્યું છે. હવે આ પાણીના પ્રશ્નનો નિકાલ ક્યારે આવશે એ જોવાની વાત છે.
આવી સમસ્યાનું સમાધાન ન આવતા સ્થાનિકો હવે તંત્ર પર નારાજ થઈ રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે, પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. તેમજ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું એ શા માટે કર્યું? આવા ઘણા બધા પ્રશ્નો ત્યાંના સ્થાનિકોએ ઉઠાવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો