કાનુની સવાલ : લગ્ન પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરો, જાણો શું છે આ પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ
લગ્ન પહેલા છૂટાછેડાનું એગ્રીમેન્ટ કરવું એ વિદેશી કોન્સેપ્ટ છે, પરંતુ ભારતમાં પણ ધીમે ધીમે આ કોન્સેપ્ટ આગળ વધી રહ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, લગ્ન પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં કેમ આવે છે. આખરે આ પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ શું છે,


પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ એક લીગલ કોન્ટ્રાક્ટ હોય છે. જે લગ્ન પહેલા કપલ દ્વારા કરવામાં આવે છે. બંન્ને નક્કી કરે છે કે, જો કપલ છૂટાછેડા લે છે અથવા અલગ થાય છે. તો પૈસા, મિલકત, બાળકોની કસ્ટડી અને અન્ય વસ્તુઓ કેવી રીતે નક્કી કરશે.

લગ્ન બાદ ભરણપોષણ આપવામાં આવશે કે લગ્ન બાદ બંન્ને ક્યાં રહેશે.

આવી તમામ વાતો આ કરારમાં નક્કી કરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટમાં દરેક પ્રકારની નાણાકીય સંપત્તિનો ઉલ્લેખ કરવાનો રહેશે.ટુંકમાં હવે એવું થઈ ગયું લગ્ન પછી કરશો પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરી લો.

પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ ભારતમાં હજુ એટલો પ્રચલિત નથી પરંતુ કેટલાક પશ્ચિમી દેશમાં આ કોન્ટ્રાક્ટ સામાન્ય વાત છે, તો ચાલો પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ વિશે આપણે વિસ્તારથી વાત કરીએ.

ભારતમાં પ્રી નેપ્ચુઅલની કાનૂની સ્થિતિની વાત કરીએ તો, ભારતીય કાયદો પ્રી નેપ્ચુઅલ ટુંકમાં "લગ્ન પહેલાના કરાર" ને સીધી રીતે માન્યતા આપતો નથી. ભારતમાં લગ્નને એક સંસ્કાર ગણવામાં આવે છે, ખાસ કરીને હિન્દુ લગ્નમાં. હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 અને વિશેષ લગ્ન અધિનિયમ, 1954 હેઠળ, લગ્ન એ કાનૂની કરાર નથી પરંતુ ધાર્મિક અને સામાજિક બંધન છે.

કોન્ટ્રેક્ટ એક્ટ હેઠળ સ્થિતિની વાત કરીએ તો જોકે, ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ, પ્રી નેપ્ચુઅલ એગ્રિમેન્ટ એટલે લગ્ન પહેલાનો કરાર સ્વૈચ્છિક રીતે, કાયદેસર હેતુ સાથે,છેતરપિંડી, બળજબરી કે બળજબરી વિના કરવામાં આવ્યો હોય અને કાયદા કે જાહેર નીતિની વિરુદ્ધ ન હોય,તેથી તેને કોર્ટમાં સિવિલ કોન્ટ્રેક્ટ તરીકે સ્વીકારી શકાય છે.જોકે, તેની માન્યતા દરેક કેસના ફેકેટ્સ અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.

હવે આપણે વિદેશમાં પ્રી નેપ્ચુઅલની સ્થિતિની વાત કરીએ તો અમેરિકામાં પ્રી નેપ્ચુઅલ એગ્રિમેન્ટ સંપૂર્ણપણે માન્ય અને લાગુ કરી શકાય તેવા છે.દરેક રાજ્યના પોતાના Matrimonial Laws હોય છે પરંતુ સામાન્ય રીતે આ એગ્રિમેન્ટટ માન્ય હોય છે. જ્યારે બંન્ને પક્ષોએ સ્વતંત્ર કાનુની સલાહ લીધી હોય. સમગ્ર ખુલાસો કર્યો હોય કોઈ બળજબરી વગર કે દબાવ વગર સાઈન કરી હોય
![યુનાઇટેડ કિંગડમ (યુકે) વિશે વાત કરીએ તો પહેલા તેને યુકેમાં લાગુ કરવા યોગ્ય માનવામાં આવતું ન હતું. પરંતુ સીમાચિહ્નરૂપ ચુકાદા રેડમાકર વિરુદ્ધ ગ્રેનાટિનો [2010] યુકેએસસી 42માં સુપ્રીમ કોર્ટે કહ્યું,જો બંને પક્ષોએ સ્વતંત્ર રીતે કરાર કર્યો હોય, તેના પરિણામોની સંપૂર્ણ સમજણ સાથે, તો તેને નિર્ણાયક મહત્વ આપવું જોઈએ.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/04/Legal-Advice-1-14.jpg)
યુનાઇટેડ કિંગડમ (યુકે) વિશે વાત કરીએ તો પહેલા તેને યુકેમાં લાગુ કરવા યોગ્ય માનવામાં આવતું ન હતું. પરંતુ સીમાચિહ્નરૂપ ચુકાદા રેડમાકર વિરુદ્ધ ગ્રેનાટિનો [2010] યુકેએસસી 42માં સુપ્રીમ કોર્ટે કહ્યું,જો બંને પક્ષોએ સ્વતંત્ર રીતે કરાર કર્યો હોય, તેના પરિણામોની સંપૂર્ણ સમજણ સાથે, તો તેને નિર્ણાયક મહત્વ આપવું જોઈએ.

આપણે ભારતમાં આના સંદર્ભમાં કેટલાક લેન્ડમાર્ક ચુકાદાઓ વિશે વાત કરીએ તો ટેકૈત મોનમોહિની જેમાદાઈ વિ. બસંતા કુમાર સિંઘ (1901) કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે, લગ્ન અંગે કરાર કરી શકાતા નથી, જે લગ્નની પ્રાકૃતિક સંસ્થાને અસર કરે છે.

કૃષ્ણા ઐયર વિરુદ્ધ સુધા ઐયર 1983 આ કેસ છૂટાછેડા પછી ભરણપોષણના વિવાદનો હતો. કોર્ટે કહ્યું કે ભરણપોષણનો મુદ્દો અગાઉથી નક્કી કરવો એ લગ્ન સંસ્થાની વિરુદ્ધ હોઈ શકે છે.જોકે, હવે ઘણા મેટ્રો શહેરોમાં અદાલતોએ આવા લગ્ન પહેલાના કરારોને અમુક અંશે માન્યતા આપવાનું શરૂ કર્યું છે, ખાસ કરીને NRI કેસોમાં.

જો કોઈ ભારતમાં લગ્ન પહેલાનો કરાર કરવા માંગે છે તો શું કરવું? બંન્ને પાર્ટીઓની સંમતિથી ડ્રાફ્ટ કરો. સંપત્તિઓ અને જવાબદારીઓનો સંપૂર્ણ ખુલાસો કરો.બંને પક્ષો તરફથી અલગ-અલગ વકીલોને સામેલ કરવા જોઈએ.તેને નોટરાઇઝ્ડ અને સ્ટેમ્પ ડ્યુટી સાથે નોંધણી કરાવો.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































