ACને ડાયરેક્ટ મેઈન સ્વીચથી બંધ કરવું જોઈએ કે નહીં? જાણો આમ કરવાથી શું થાય છે
Air Conditioner Tips And Tricks: ઘણા લોકો AC ચલાવીને પછી રિમોર્ટને બદલે ડાયરેક્ટ મેઈન સ્વીચથી બંધ કરી દે છે. ત્યારે શું આમ કરવું યોગ્ય છે કે નહીં ચાલો જાણીએ.

ACનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં કરવામાં આવે છે. ગરમીથી બચવા માટે આ સૌથી અસરકારક ઉપકરણ AC છે. AC ઠંડી હવા આપે છે અને થોડી જ વારમાં આખો રુમ ઠંડો કરી શકે છે. પરંતુ, ઘણા લોકો AC ચલાવીને પછી રિમોર્ટને બદલે ડાયરેક્ટ મેઈન સ્વીચથી બંધ કરી દે છે. ત્યારે શું આમ કરવું યોગ્ય છે કે નહીં ચાલો જાણીએ.

જો તમે પણ ACને રિમોટથી બંધ કરવાને બદલે ડાયરેક્ટ બંધ કરો છો તો તમારી આ આદત તરત જ સુધારી લેજો. આ એક ભૂલ તમારી વિન્ડોઝ અને સ્પ્લિટ બંનેને ACને સંપૂર્ણ રીતે ખરાબ કરી શકે છે.

કોમ્પ્રેસરને નુકસાન: જ્યારે તમે મેઈન સ્વીચથી સીધા AC બંધ કરો છો, ત્યારે AC કોમ્પ્રેસર અચાનક અટકી જાય છે. કોમ્પ્રેસર ACનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને તે ખૂબ જ ઝડપી ગતિએ ચાલે છે. ત્યારે જો તમે ACને મેઈન સ્વીચથી બંધ કરો છો તો કોમ્પ્રેસર પર વધુ પડતું દબાણ આવે છે અને તેની મોટર બળી શકે છે અથવા અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

કેપેસિટરને નુકસાન: કોમ્પ્રેસર શરૂ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. જ્યારે તમે મેઈન સ્વીચમાંથી AC બંધ કરો છો, ત્યારે આ કેપેસિટર ચાર્જ રહી જાય છે. વારંવાર આમ કરવાથી કેપેસિટરને નુકસાન થઈ શકે છે.

કન્ટ્રોલ બોર્ડને નુકસાન: કેટલાક કિસ્સાઓમાં, મેઈન સ્વીચથી સીધું AC બંધ કરવાથી પણ કંટ્રોલ બોર્ડને નુકસાન થઈ શકે છે.


ACના ઇલેક્ટ્રિકલ ભાગોને નુકસાન: ACને પાવર આપતા સોકેટ અને સ્વીચ સામાન્ય સ્વીચો અને સોકેટથી અલગ હોય છે. જો તમે વારંવાર સ્વીચ ચાલુ અને બંધ કરો છો, તો તે ઇલેક્ટ્રિકલ ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વીચથી AC બંધ કરવું તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે. જો AC ના કોઈપણ ઇલેક્ટ્રિકલ ભાગને નુકસાન થાય છે, તો તેનાથી ઘણો ખર્ચો થઈ શકે છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































