ફરી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર, બે દિવસ બાદ આકાશમાંથી વરસશે અગનગોળા – Video
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો ત્રાસ અનુભવાશે. આજના દિવસે પણ ગરમીનો સારો એવો પરચો ગુજરાતીઓને મળી ગયો છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી ઓછી ગરમીને કારણે ગુજરાતીઓમાં હાશકારો જોવા મળ્યો છે. જો કે, હવે ગુજરાતીઓ ચેતી જજો કેમ કે બે દિવસ બાદ ફરી ગરમીનો પારો ઊંચે પાયે જવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 એપ્રિલથી રાજ્યમાં ફરી ગરમીનો પારો ઊંચકાશે અને કેટલાક જિલ્લામાં તો હીટવેવનો અનુભવ થવાની સંભાવના પૂરેપૂરી છે.
મંગળવારના દિવસથી ફરી કાળઝાળ ગરમી શરૂ થવાની છે. છેલ્લા 2-3 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં રાહત જોવા મળી હતી. બીજીબાજુ, અનેક જગ્યાઓએ વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. હવે મંગળવાર બાદ ફરી કાળઝાળ ગરમીનો ત્રાસ રાજ્યભરમાં અનુભવાશે. જો કે, આજના દિવસે પણ ગરમીનો સારો એવો પરચો ગુજરાતીઓને પડી ગયો છે.
રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ શહેરમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તદુપરાંત, ગાંધીનગરમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી અને ભૂજમાં 40.9 ડિગ્રી તેમજ ડીસામાં પણ ગરમીનું તાપમાન 40.2 ડિગ્રી જોવા મળ્યું છે.

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ

Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત

છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ
