Stock Market : શેરબજારના તુફાન વચ્ચે અનિલ અંબાણીની કંપની કરાવશે કમાણી ! આ સ્ટોક પર રાખો નજર
Anil Ambani Reliance Power શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 20% નું જબરદસ્ત વળતર આપ્યું છે, જે નિફ્ટી 50 (1.60%), સેન્સેક્સ (1.52%) અને બેંક નિફ્ટી (6.13%) જેવા મુખ્ય સૂચકાંકો કરતાં ઘણું સારું પ્રદર્શન છે.

જો તમે શેરબજારમાંથી પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો, તો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર સાથે જોડાયેલા આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. કંપનીના શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 20% નું જબરદસ્ત વળતર આપ્યું છે, જે નિફ્ટી 50 (1.60%), સેન્સેક્સ (1.52%) અને બેંક નિફ્ટી (6.13%) જેવા મુખ્ય સૂચકાંકો કરતાં ઘણું સારું પ્રદર્શન છે. નોંધનીય છે કે માર્ચ 2020 માં રિલાયન્સ પાવરનો શેર 1 રૂપિયાના ઐતિહાસિક નીચલા સ્તરે હતો, પરંતુ હવે તે 40 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

એક અહેવાલ મુજબ, રિલાયન્સ પાવરે તાજેતરમાં તેનું દેવું ઘટાડવા માટે મોટા પગલાં લીધાં છે. કંપનીનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો હવે 1.61 થી ઘટીને 0.86 થયો છે. આ સુધારો મુખ્યત્વે રિલાયન્સ કેપિટલના હિસ્સાનું ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સને વેચાણ કર્યા પછી શક્ય બન્યો છે. જોકે, કંપની પર હજુ પણ 250 કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ની જવાબદારી છે.

રિલાયન્સ પાવરે સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં રૂ. 2,878 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેમાં રૂ. 3,000 કરોડની અસાધારણ આવકનો સમાવેશ થાય છે. આ આવક વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ (VIPL) માંથી મેળવવામાં આવી હતી. આ પછી, ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 42 કરોડ રૂપિયા રહ્યો.

કંપની હવે ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે. તેના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ આંધ્રપ્રદેશમાં શરૂ થશે. કંપનીની એક પેટાકંપનીને એશિયાના સૌથી મોટા સૌર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

બજાર નિષ્ણાતોના મતે, રિલાયન્સ પાવરના શેરે ₹34 ના સ્તરે મજબૂત આધાર બનાવ્યો છે. જો તે ₹44 ના સ્તરને પાર કરે છે, તો આગામી લક્ષ્યાંક ₹48 અને ₹52 હોઈ શકે છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..






































































