
આ ઉપરાંત, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 97,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામે આવ્યો છે. સતત સાત દિવસના વધારા પછી ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 1,000 રૂપિયા ઘટીને 1,07,100 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગયો છે.

સોમવારે ચાંદીનો ભાવ 1,08,100 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં હાજર સોનાના ભાવ થોડા વધીને ઔંસ દીઠ US$3,329.12 થયા છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક શ્રીરામ ઐયરે જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ ઓછો થવાની અપેક્ષાને કારણે માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.

લંડનમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપારની વાટાઘાટો બીજા દિવસે પણ ચાલુ રહી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે કરાર થવાની આશા વધી ગઈ છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ 0.3% ઘટીને US$36.64 પ્રતિ ઔંસ થયો છે.

એક્સિસ સિક્યોરિટીઝના સિનિયર વિશ્લેષક દેવ્યા ગગલાનીના મતે, આ અઠવાડિયે સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે. બીજીબાજુ યુએસમાં ફુગાવાના આંકડા અને કસ્ટમર સેન્ટિમેન્ટની રિપોર્ટ પણ આવવાની છે. જો આ આંકડા અપેક્ષાઓથી અલગ હશે તો ફેડરલ રિઝર્વ (યુએસ સેન્ટ્રલ બેંક) વ્યાજ દરો પર પોતાનો નિર્ણય બદલી શકે છે, જેની અસર બુલિયન માર્કેટ પર પડશે.