વિરાટ કોહલી IPL 2025માં RCBની કેપ્ટનશીપ કરશે? મળી ગયો જવાબ

IPL ઓક્શનથી ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે RCBનો નવો કેપ્ટન કોણ હશે. એવી અટકળો ચાલી રહી હતી કે વિરાટ કોહલી ફરીથી ટીમની કમાન સંભાળી શકે છે. હવે RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

| Updated on: Jan 11, 2025 | 5:49 PM
લગભગ બે મહિના રાહ જુઓ અને પછી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL શરૂ થશે. IPLની નવી સિઝન માર્ચમાં શરૂ થઈ શકે છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો આગામી કેપ્ટન કોણ હશે. ફરી એકવાર એવી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી ફરીથી RCBની કમાન સંભાળી શકે છે.

1 / 5
હવે આ અટકળો પર RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે મોટું નિવેદન આપ્યું છે. IPL 2025માં વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે કે નહીં તે અંગે એન્ડી ફ્લાવરે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી પરંતુ તેણે ચોક્કસ સંકેત આપ્યો છે. એન્ડી ફ્લાવરે કહ્યું, 'અમારે રાહ જોવી પડશે. આ એક નવો યુગ છે, ત્રણ વર્ષની સફર શરૂ થવાની છે અને મને ખાતરી છે કે અપેક્ષાઓ પ્રમાણે અમે આગળ વધીશું અને જીત મેળવશું.

2 / 5
એન્ડી ફ્લાવરે  આગળ કહ્યું, 'તમે મને ગમે તેટલી વાર પૂછી શકો છો, પરંતુ અત્યાર સુધી કેપ્ટનશિપને લઈને કોઈ ચર્ચા થઈ નથી.' જો કે તેના નિવેદનથી કંઈ સ્પષ્ટ થયું નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોહલીને કેપ્ટન્સી નહીં સોંપવામાં આવે. જે ખેલાડી લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે તેને ટીમની કમાન સોંપવી જોઈએ.

3 / 5
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ લગભગ 10 વર્ષ સુધી RCBની કેપ્ટનશીપ કરી છે. 2011માં, તેણે પ્રથમ અસ્થાયી ધોરણે RCBની કેપ્ટનશીપ કરી અને 2013 થી તે પૂર્ણ સમયનો કેપ્ટન બન્યો. જો કે, 2021માં તેણે RCBની કેપ્ટન્સી છોડી દીધી હતી. પરંતુ 2023માં જ્યારે ફાફ ડુ પ્લેસિસ ઘાયલ થયો હતો ત્યારે કોહલીએ ચાર મેચમાં RCBની કેપ્ટન્સી કરી હતી.

4 / 5
વિરાટે કેપ્ટનશીપ છોડ્યા બાદ RCBએ દક્ષિણ આફ્રિકાના ખેલાડી ફાફ ડુ પ્લેસિસને નવો કેપ્ટન બનાવ્યો હતો. પ્લેસિસે ત્રણ વર્ષ સુધી આ ટીમની કમાન સંભાળી હતી. પરંતુ IPL 2025ની હરાજી પહેલા બેંગલુરુએ તેને રિલીઝ કરી દીધો હતો. બાદમાં હરાજી દરમિયાન પ્લેસિસને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (All Photo Credit : PTI / ESPN)

5 / 5

IPL 2025, મેગા ઓક્શન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચારો જાણવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">