Sabarkantha : પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ટ્રક અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ટ્રક અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકચાલકના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. શામળાજી તરફથી આવતી ટ્રક આગળ જતી ટેન્કર સાથે અથડાઈ હતી. પ્રાંતિજ પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં સર્જાયો અકસ્માત
બીજી તરફ ભાવનગરના દેવરાજનગર વિસ્તારમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ કારે શહેરના મેયરની સરકારી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. મેયરના ભાઈ અને તેમના ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. કારચાલકે પૂરઝડપે કાર હંકારી અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. ભાજપના આગેવાનોએ મેયરના ભાઈ અને અન્ય ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી. આ સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.