ઉત્તરાયણના પર્વ પહેલા મિઠાઇ અને ફરસાણની દુકાનોમાં AMCની તપાસ, અખાદ્ય મળ્યુ તો થશે કાર્યવાહી, જુઓ Video

ઉત્તરાયણના પર્વ પહેલા મિઠાઇ અને ફરસાણની દુકાનોમાં AMCની તપાસ, અખાદ્ય મળ્યુ તો થશે કાર્યવાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2025 | 1:40 PM

AMCની ટીમે મીઠાઈ, ફરસાણ સહિતની દુકાનમાં તપાસ કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે. મણીનગર, કાંકરિયા, નિકોલ અને નરોડા સહિતના વિસ્તારોમાં મનપાએ ચેકિંગ હાથ ધર્યું હતું. નમૂનાની તપાસમાં જો કોઈ ક્ષતિ બહાર આવશે તો ઉત્પાદકો સામે કાર્યવાહી કરાશે. 

ઉત્તરાયણનો તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારની ઉજવણીમાં કોઈને વાસી ખોરાક કે ગુણવત્તા વિનાની ખાદ્ય સામગ્રી ન મળે તે માટે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે કમર કસી છે. AMCની ટીમે મીઠાઈ, ફરસાણ સહિતની દુકાનમાં તપાસ કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે. મણીનગર, કાંકરિયા, નિકોલ અને નરોડા સહિતના વિસ્તારોમાં મનપાએ ચેકિંગ હાથ ધર્યું હતું. નમૂનાની તપાસમાં જો કોઈ ક્ષતિ બહાર આવશે તો ઉત્પાદકો સામે કાર્યવાહી કરાશે.

આ કામગીરી દરમિયાન મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારોના અનુસંધાનમાં સઘન ચેકિંગ અમારું હાથ ધરવામાં આવે છે. જેથી જનતાને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમારા અથાગ પ્રયત્નો હોય છે. જનતાને સારી ગુણવત્તા વાળો ખાદ્ય પદાર્થ મળી રહે તેમજ સારી કન્ડિશનમાં તૈયાર કરેલો હોય તેવો ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે અમારું રોજેરોજનું ચેકિંગ હોય છે . આ માટે ખાસ બોડીવોર્ન કેમેરા સાથે અમારી કામગીરી રોજે રોજ થતી હોય છે.

g clip-path="url(#clip0_868_265)">