Plant In Pot : ઘરે બ્રોકલી ઉગાડવા માટે અપનાવો આ સરળ ટીપ્સ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આજે કેટલાક ફળને આપણે કિચનગાર્ડનમાં ઉગાડી શકીએ છીએ. આજે તમને જણાવીશું કે બ્રોકલીને ઘરે આ સરળ ટીપ્સથી ઉગાડી શકાય છે.

તમે બ્રોકલીને શિયાળામાં અથવા ચોમાસામાં ઉગાડી શકો છો. બ્રોકલીનો છોડ વાવવા માટે શિયાળાની ઋતુને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ છોડ ઉગાડવા માટે કેટલીક વસ્તુઓની જરુર પડશે.

બ્રોકલીનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ અને પહોળુ કૂંડુ લો. જેથી બ્રોકલી સારી રીતે ઉગી શકે. ધ્યાન રાખો કે આ કન્ટેનરના તળિયામાં છેદ હોવો જોઈએ. તળિયામાં છેદ હોવાથી છોડના મૂળમાં પાણી જમા નહીં થાય.

હવે કૂંડુમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. તેમાં છાણિયું ખાતર ઉમેરી માટીને તૈયાર કરી દો. ત્યારબાદ માટીમાં થોડુક પાણી ઉમેરી માટીને બરાબર મિક્સ કરી દો.

બ્રોકલીના સારી ગુણવત્તાવાળા બીજ 3-4 ઈંચની ઉંડાઈ મુકી તેના પર માટી નાખી દો. નિયમિત આ કૂંડામાં જરુરી માત્રામાં પાણી આપવું જોઈએ. વધુ પડતું પાણી નાખવાનું ટાળવું જોઈએ.

બ્રોકલીનો છોડને તડકામાં રાખવો જોઈએ. જેથી છોડમાં જંતુ પડવાનો ખતરો ઓછો રહે. તેમજ તમે છોડને રોગથી બચાવવા માટે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( All Pic- Freepik )
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
