Ram Mandir Anniversary 2025: રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ 11 મી જાન્યુઆરીએ જ કેમ ઉજવાઈ રહી છે ? જાણો…

Ram Lalla First Anniversary Celebration: આજે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યા રામ મંદિરમાં ત્રિદિવસીય ભવ્ય પ્રતિષ્ઠા દ્વાદશી ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામલલ્લાના મંત્રોના જાપ સાથે પંચામૃતથી અભિષેક અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

| Updated on: Jan 11, 2025 | 4:15 PM
Ram Lalla First Anniversary Celebration:આજે અયોધ્યામાં રામ લાલની પ્રથમ વર્ષગાઠ મનાવવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત રામલલ્લાની આરતી અને વિશેષ પૂજાથી થઈ હતી. રામલ્લાને પહેલા મંત્રોચ્ચાર સાથે પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. પંચામૃતથી અભિષેક કર્યા બાદ રામલલ્લાને ગંગા જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પછી રામલલ્લાને સોના અને ચાંદીના તારથી વણાયેલી ભવ્ય વસ્તુઓથી શણગારવામાં આવ્યા હતા.

1 / 5
મહા આરતી બાદ રામલલ્લાને સોના અને ચાંદીના પીતામ્બર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. તે પછી, રામલલાને સોનાનો મુગટ, સોનાનો હાર અને અન્ય આભૂષણોથી પણ શણગારવામાં આવ્યા હતા. આ અદ્ભુત શણગાર બાદ રામલલાની સુંદર મૂર્તિ જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા.

2 / 5
અયોધ્યા રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાની મહા આરતી કરી હતી. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે.

3 / 5
વર્ષગાંઠનો કાર્યક્રમ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેના માટે પાંચ સ્થળોએ આયોજન કરવાામાં આવ્યું છે. જ્યાં અગ્નિ દેવતાને 1975 મંત્રો અર્પણ કરવામાં આવશે. પ્રાર્થના મંડપમાં ભગવાનને રાગ સેવા અર્પણ કરવામાં આવશે. ત્રણેય દિવસે મંદિરના પ્રાંગણમાં રામલલ્લાની સામે અભિનંદન ગીતો ગાવામાં આવશે. પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરના પહેલા માળે 3 દિવસનો સંગીતમય માનસ પથ હશે. દિવસ દરમિયાન અંગદ ટીલા ખાતે ભગવાન શ્રી રામના જીવન પર પ્રવચન થશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

4 / 5
પંચાંગ અનુસાર, શ્રી  રામલલ્લાનો અભિષેક પોષ શુક્લ દ્વાદશી, 22 જાન્યુઆરી 2024 ના રોજ થયો હતો. જે આ વર્ષે અંગ્રેજી તારીખે 11મી જાન્યુઆરીએ પડી રહી છે. તેથી વાર્ષિક ઉત્સવ 11મી જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે.

5 / 5

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે. આ ઉપરાંત તમે રામ મંદિર વિશે વધારે સમાચાર વાંચવા ઇચ્છતા હોય તો અહિં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">