બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! 300 આસામીને ફટકારી નોટિસ, જુઓ Video

બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! 300 આસામીને ફટકારી નોટિસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2025 | 9:32 AM

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરાશે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ પોલીસ કાફલો ડિમોલિશન વખતે તૈનાત રાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકામાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળશે. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરાશે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ પોલીસ કાફલો ડિમોલિશન વખતે તૈનાત રાખવામાં આવશે.

DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ટીમો હાજર રહેશે તેવી શક્યતા છે. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ હતી. કરોડોની કિંમતની સરકારી જમીનો પરના દબાણ દૂર કરવા તંત્ર સજ્જ હોય છે.

300 આસામીને ફટકારી નોટિસ

ઉલ્લેખનીય છે કે અગાઉ બેટ દ્વારકા,હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. હવે બેટ દ્વારકાના વધુ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળશે. લભગભ 300 આસામીઓને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

Published on: Jan 11, 2025 09:32 AM
g clip-path="url(#clip0_868_265)">