Recharge Plan: 197 રૂપિયામાં ‘અનલિમિટેડ’ ડેટા, 70 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો આ સસ્તો પ્લાન
70 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનની કિંમત માત્ર 197 રૂપિયા છે. આટલો સસ્તો પ્લાન આ કંપની સિવાય અન્ય કોઈ પણ કંપની આપી રહી નથી ત્યારે આ પ્લાનમાં શું બેનિફિટ મળે છે ચાલો જાણીએ

BSNL પાસે પ્રીપેડ યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન છે, આમાંથી એક પ્લાન એવો છે જે ઓછી કિંમતે 70 દિવસની વેલિડિટી આપે છે.

70 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનની કિંમત માત્ર 197 રૂપિયા છે, ચાલો જાણીએ ફાયદાઓ

આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળશે, પરંતુ ધ્યાન રાખો કે અનલિમિટેડ ડેટા તમને ફક્ત 15 દિવસ માટે આપવામાં આવશે.

જો કે આ પ્લાન 70 દિવસની વેલિડિટી સાથે આવે છે, પરંતુ આ પ્લાન અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ પણ ફક્ત 15 દિવસ માટેનો છે.

આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS મળશે, પરંતુ તે પણ 15 દિવસ માટે મળશે.

આથી ધ્યાન રાખવું કે 15 દિવસ પછી, કોલિંગ ચાર્જ ₹ 1 (Local) અને ₹1.3(std) પ્રતિ મિનિટ થશે.

15 દિવસ પછી, Local મેસેજ મોકલવા માટે 70 પૈસા, STD મેસેજ મોકલવા માટે 1.20 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય સંદેશ મોકલવા માટે 6 રૂપિયાનો ચાર્જ લાગશે.

આ પ્લાન તમારા સીમ કાર્ડને લાંબા સમય સુધી ચાલુ રાખવા માટે બેસ્ટ છે પણ તેને ટર્મ અને કન્ડિશનને ધ્યાનમાં લઈને જ રીચાર્જ કરવું.
દરેક લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે પણ તેમાં રિચાર્જ પ્લાન કરાવો ખુબ જરુરી છે કારણ કે તેના વગર તો મોબાઈલ પણ નકામો છે, ત્યારે અગાઉ અમે રિચાર્જ પ્લાનને લઈને ઘણી સ્ટોરી કરી છે જેને જોવા માટે અહીં ક્લિક કરો
