Ahmedabad : અમદાવાદના 15 સ્થળોએ આવકવેરા વિભાગની તવાઈ, મોટા બિનહિસાબી વ્યવહારો પકડાય તેવી સંભાવના, જુઓ Video

Ahmedabad : અમદાવાદના 15 સ્થળોએ આવકવેરા વિભાગની તવાઈ, મોટા બિનહિસાબી વ્યવહારો પકડાય તેવી સંભાવના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2025 | 11:52 AM

અમદાવાદમાં આવકવેરા વિભાગે રતનપોળની એન.આર.કંપની અને સીજી રોડ ઉપરની એન.ડી. ગોલ્ડ જવેલરી એલએલપી ઉપર દરોડા પાડ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી પકડાતી કેશ રકમને પોતાની હોવાનો દાવો કરીને તેને કમલેશ શાહ અને એમના મળતિયાઓ દ્વારા ક્લેઈમ કરવામાં આવતી હતી.

અમદાવાદમાં આવકવેરા વિભાગે રતનપોળની એન.આર.કંપની અને સીજી રોડ ઉપરની એન.ડી. ગોલ્ડ જવેલરી એલએલપી ઉપર દરોડા પાડ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી પકડાતી કેશ રકમને પોતાની હોવાનો દાવો કરીને તેને કમલેશ શાહ અને એમના મળતિયાઓ દ્વારા ક્લેઈમ કરવામાં આવતી હતી. અલગ અલગ કેસોમાં કરવામાં આવેલા દાવાઓ કરવામાં આવેલા ક્લેઈમને ધ્યાને લઈને આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની કામગીરી હજી યથાવત છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો પકડાય એવી સંભાવના છે.

15 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા

આવકવેરા વિભાગે એવા ખુશ્બુ શાહ, નીના શાહ, ગૌરાંગ પંચાલને ત્યાં પણ તપાસ કરી છે. આ ઉપરાંત રમેશ ઠક્કર અને અન્ય બે કંપની પર IT વિભાગની તવાઈ આવી છે. જુદા-જુદા પાંચ કેસમાં કમલેશ શાહના નાણાં હોવાની વિગત સામે આવી છે. કમલેશ શાહ સામેના કેસની વિગતના આધારે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.

દરોડામાં કમલેશ શાહની મોડસ ઓપરેન્ડીનો ભાંડો ફૂટે એવી શક્યતા

15 સપ્ટેમ્બર 2020ના રોજ હૈદરાબાદ પોલીસે 3.75 કરોડ રૂપિયા જપ્ત કરીને ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓ અમદાવાદના કમલેશ શાહ માટે કામ કરતા હતા. જ્યારે કે મે 2021માં લોકડાઉન દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ચાર કરોડ 99 લાખ રૂપિયા જપ્ત કરાયા હતા. ડુંગરપુરમાં લક્ઝરી કારમાંથી 4.50 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિઓની તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓ રૂપિયા કમલેશ શાહ માટે નાણા લઈ જઈ રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">