કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન

10 જાન્યુઆરી, 2025

એપલ કંપનીના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પ્રયાગરાજમાં આયોજિત થનારા સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભ 2025માં આવી રહી છે.

 એક વર્ષ બાદ પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે

 આ મહાકુંભમાં દેશ-વિદેશના કરોડો લોકો ભાગ લેશે. તેમની સાથે દુનિયાની સૌથી ધનિક મહિલાઓમાંથી એક લોરેન પોવેલ જોબ્સનું પણ એક નામ જોડાયું છે.

બિલિયોનેર બિઝનેસ વુમન લોરેન પણ પોતાના કલ્પવાસને અહીં વિતાવશે અને એક સંતની જેમ જીવશે. તેના સ્વર્ગસ્થ પતિ સ્ટીવ જોબ્સની જેમ, લોરેનને પણ હિંદુ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે વિશેષ પ્રેમ છે.

ટાઇમ્સ મેગેઝીને તેને ઘણી વખત વિશ્વની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરી છે.

મહાકુંભમાં લોરેન પોવેલ જોબ માટે રહેવાની વ્યવસ્થા ખાસ મહારાજા ડીલક્સ કોટેજમાં કરવામાં આવી છે.

અબજ ડોલરની નેટવર્થ સાથે, 61 વર્ષીય લોરેન પોવેલ જોબ્સ 2024ની વિશ્વના અબજોપતિઓની વાર્ષિક ફોર્બ્સની યાદીમાં 53મા ક્રમે અને શક્તિશાળી મહિલાઓની યાદીમાં 21મા ક્રમે છે.

લોરેનનો જન્મ 6 નવેમ્બર, 1963ના રોજ ન્યુ જર્સી, યુએસએમાં થયો હતો. લોરેન અને સ્ટીવ જોબ્સના લગ્ન 1991માં થયા હતા.

લોરેન પોવેલ જોબ્સને 2011માં તેમના સ્વર્ગસ્થ પતિ અને એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ પાસેથી વોલ્ટ ડિઝની અને એપલના શેર વારસામાં મળ્યા હતા.

પોવેલ જોબ્સ ઇમર્સન કલેક્ટિવના સ્થાપક અને પ્રમુખ છે, જે પર્યાવરણીય ન્યાય, આરોગ્ય, સ્થળાંતર અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 2016 માં, તેમણે વેવરલી સ્ટ્રીટ ફાઉન્ડેશનની શરૂઆત કરી અને આગામી દાયકામાં આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય ન્યાય માટે ત્રણ અબજ ડોલરનું દાન આપવાનું વચન આપ્યું.

જો આપણે તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પેન્સિલવેનિયાની ધ વોર્ટન સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી બેચલર ઓફ આર્ટસ/સાયન્સ (BA)ની ડિગ્રી મેળવી.

આ પછી તેણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ)ની ડિગ્રી મેળવી.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો