11 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન, કમલેશ શાહ અને એમના સહયોગીઓને ત્યાં તપાસ ચાલુ
આજે 11 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દાહોદઃ સુખસરમાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ ઝડપાયા
દાહોદઃ સુખસરમાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ ઝડપાયા છે. 6 શખ્સોએ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની રેડ કરી હતી. સુખસરના વેપારીના ત્યાં દરોડા પાડ્યા. સેટલમન્ટ માટે નાણા પડાવતા હતા ત્યારે પકડાયા. કેસ ન કરવા માટે 25 લાખની માગ કરી હતી. પોલીસે 2 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની ધરપકડ કરી. 4 આરોપી પોલીસ પકડથી દૂર છે.
-
સાબરકાંઠાઃ ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં ડ્રાઈવરનું મોત
સાબરકાંઠાઃ ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયુ છે. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે. ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા. શામળાજી તરફથી આવતી ટ્રક આગળ જતી ટેન્કર સાથે અથડાઈ હતી. પ્રાંતિજ પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
-
-
AAPના MLA ગુરપ્રીત ગોગીનું ગોળી વાગતા થયું મોત
પંજાબઃ લુધિયાણા પશ્ચિમના આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયુ છે. AAPના MLA ગુરપ્રીત ગોગીનું ગોળી વાગતા મોત થયું છે. લાયસન્સવાળી બંદૂકની સફાઈ દરમ્યાન MLAને ગોળી વાગી. માથામાં ગોળી વાગતા તેમના જ રૂમમાં થયું મોત. પોલીસે MLAની લાશનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ શરૂ કરી.
-
રાજકોટઃ કાલાવડ રોડ પર બેફામ કારચાલકનો આતંક
રાજકોટઃ કાલાવડ રોડ પર બેફામ કારચાલકનો આતંક જોવા મળી રહ્યો છે. 1 કાર, 1 રિક્ષા અને બાઈકને અડફેટે લીધું. કારચાલક ડોક્ટર રાજ ગામી નશામાં હોવાનું બહાર આવ્યું છે. એક મહિલા સહિત ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ. પોલીસે કારચાલકનો પીછો કરીને પકડ્યો છે.
-
ગુજરાત હાઈકોર્ટે કાચ પાયેલી દોરી, ચાઈનીઝ તથા નાઈલોન દોરી પર પ્રતિબંધ ફરમાવ્યો
ઉત્તરાયણના 4 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે કાચ પાયેલી દોરી, ચાઈનીઝ તથા નાઈલોન દોરી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે જ સરકારને યોગ્ય પગલા લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે 13 જાન્યુઆરી સુધી કડક પગલા લેવા સરકારે ખાતરી આપી છે. કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની દોરીઓ લોકોના અને પક્ષીઓના જીવ લઈ રહી છે. તેનો ઉપયોગ અટકવો જ જોઈએ. તો આ નિર્ણયને રાજ્યના કેટલાક નાગરિકોએ પણ વધાવ્યો છે.
-
કમલેશ શાહ સામેના કેસનો વિગત જેના આધારે આવક વેરા વિભાગે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ખાદ્ય પદાર્થોના નમૂના નિષ્ફળ ગયા છે. 14 પેઢીમાંથી આરોગ્ય વિભાગે નમૂના લીધા હતા. ઘી, મરચું, તેલના સેમ્પલ ફેલ ગયા છે. સુરતના 11 વર્ષનાં બાળક સાર્થક ભાવસારે 5 અલગ અલગ આકાર અને કોમ્બિનેશનનાં રૂબિક્સ ક્યુબ્સ ઉકેલી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર બેફામ કારચાલકનો આતંક જોવા મળી રહ્યો છે. 1 કાર, 1 રિક્ષા અને બાઈકને અડફેટે લીધુ. કારચાલક ડોક્ટર રાજ ગામી નશામાં હોવાનું બહાર આવ્યું છે.
Published On - Jan 11,2025 7:32 AM