જ્યારે જાડેજા અંગ્રેજોની કુટાઈ કરી રહ્યો હતો ત્યારે ક્યાં હતા પત્ની રીવાબા જાડેજા?

રવીન્દ્ર જાડેજાએ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદીના સાક્ષી મેદાનમાં હાજર દર્શકો બન્યા હતા. જોકે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં એક વ્યક્તિની ગેરહાજરી જોવા મળી હતી અને એ હતા રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા. જ્યારે રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડના બોલરોની ધુલાઈ કરી રહ્યો હતો ત્યારે રીવાબા જાડેજા ક્યાં હતા? એ પ્રશ્ન ફેન્સના મનમાં ચોક્કસથી આવ્યો છે.

| Updated on: Feb 16, 2024 | 12:01 AM
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ દમદાર સદી ફટકારી હતી. આ જાડેજાની કારકિર્દીની ચોથી ટેસ્ટ સદી હતી. જાડેજાએ 2018 બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

1 / 5
જાડેજાએ પાંચમાં ક્રમે બેટિંગમાં ઉતરી મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા સાથે મળી ટીમને સાંભળી હતી અને બંને સેન્ચુરી ફટકારી ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયા હતા. આ સદી બાદ જાડેજાની ઈનિંગની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પતિની યાદગાર ઈનિંગની પ્રશંસા કરી હતી.

2 / 5
આ મેચ ગુજરાતના રાજકોટમાં રમાઈ રહી છે, છતાં આજે પહેલા દિવસે જ્યારે જાડેજાએ સદી ફટકારી ત્યારે તેમના પત્ની રીવાબા જાડેજા મેદાનમાં કે સ્ટેડિયમમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. એવામાં ફેન્સના મનમાં સવાલો ઉઠયા છે કે જ્યારે જાડેજાએ સદી ફટકારી ત્યારે રીવાબા ક્યાં હતા.

3 / 5
જ્યારે રવીન્દ્ર જાડેજા અંગ્રેજોની કુટાઈ કરી રહ્યા હતા ત્યારે રીવાબા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હતા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભરવા ગાંધીનગરમાં હાજર રહ્યા હતા, એવામાં રીવાબા જાડેજા તેમની સાથે ત્યાં ગાંધીનગરમાં હાજર રહ્યા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ગુજરાત જામનગરના MLA છે. એવામાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ચૂંટણી માટે નામાંકન ભરતી વખતે તેમની સાથે હાજર રહ્યા હતા. જેના કારણે તેઓ રાજકોટમાં મેદાનમાં હાજર ન રહી શક્યા. જોકે તેમણે પોસ્ટ કરી આ બંને ઘટનાની તસવીરો શેર કરી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">