આક્રમક ક્રિકેટર રિંકુ સિંહની મહિલા સંસદસભ્ય સાથે થઈ સગાઈ ! જાણો સમગ્ર કિસ્સો
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ કરી લીધી છે. ટૂંક સમયમાં રિંકુ સિંહ લગ્ન કરવા જઈ રહ્યો છે એવા પણ સમાચાર સામે આવ્યા છે.

રિંકુ સિંહ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે.

પ્રિયા સરોદની વાત કરીએ તો તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેઓ મછલીશહરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

પ્રિયા સરોજે ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ મછલીશહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. આ પછી, તેમની પુત્રી પ્રિયા સરોજે મછલીશહરનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશના બીજા સૌથી યુવા સાંસદોમાંના એક છે.

રિંકુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. આ ડાબા હાથનો બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 T20 મેચમાં 46થી વધુની એવરેજથી 507 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 ODI મેચ પણ રમી છે.

રિંકુ સિંહ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો મહત્વનો ભાગ છે. રિંકુ સિંહને IPL 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રિટેન કર્યો હતો. રિંકુ સિંહને આ સિઝન માટે 13 કરોડ રૂપિયા મળશે.

રિંકુ સિંહે પ્રોફેશનલ ક્રિકેટમાં સફળતાની સીડીઓ ચડવાની શરૂઆત કરી દીધી છે અને હવે તે અંગત જીવનમાં પણ લગ્નની ઈનિંગ રમવા માટે તૈયાર દેખાઈ રહી છે. જો કે સગાઈ અંગેના આ સમાચાર પર રિંકુ સિંહ અને પ્રિયા સરોજ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિંકુ સિંહ સહિત દુનિયભરના સ્ટાર ક્રિકેટરો સાથે જોડાયેલ તમામ ન્યૂઝ જાણવા કરો ક્લિક






































































