Singer Darshan Raval : સો ક્યૂટ, સો એલિગન્ટ… સિંગર દર્શન રાવલે પ્રભુતામાં પગલાં પાડ્યા, બેસ્ટ ફ્રેન્ડને બનાવી પત્ની, જાણો તેની પત્નીનું બેકગ્રાઉન્ડ
Singer Darshan Rawal got married : દર્શન રાવલે હંમેશા પોતાના અવાજથી બધાનું દિલ જીતી લીધું છે અને હવે શનિવારે તેણે પોતાના લગ્નના ફોટા શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. ફોટામાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. પહેલા ફોટામાં બંને એકબીજાને ગળે લગાવી રહ્યા છે.

Singer Darshan Rawal : સિંગર દર્શન રાવલે આજે લાખો છોકરીઓના દિલ તોડી નાખ્યા છે. સિંગરના લગ્ન થઈ ગયા છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દર્શને પોતે લગ્નના ફોટા શેર કર્યા અને લખ્યું કે તે મારી હંમેશાની બેસ્ટ ફ્રેન્ડ છે.

Darshan Rawal : ફોટામાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. પહેલા ફોટામાં બંને એકબીજાને ગળે લગાવી રહ્યા છે. બીજો ફોટો મંડપનો છે અને દર્શન, ધરલના હાથ પર કિસી કરી રહ્યો છે.

Darshan Raval wife : ધરલ વિશે અમે તમને જણાવી દઈએ કે તે એક આર્કિટેક્ટ, ડિઝાઇનર અને કલાકાર છે. બંને પહેલા પણ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. થોડા વર્ષોના રિલેશનશિપ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે દર્શન પોતાના અંગત જીવનને અંગત રાખે છે.

Darshan Raval wedding : આજ પહેલા ન તો સોશિયલ મીડિયા પર કે ન તો કોઈ ઇન્ટરવ્યુમાં દર્શને ક્યારેય તેના સંબંધો વિશે વાત કરી છે. ધરલે પણ ક્યારેય સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કર્યું નથી.

સોશિયલ મીડિયા પ્રતિક્રિયા : દર્શનના લગ્નના ફોટા પર સેલેબ્સ અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે અને કેટલીક મહિલા ચાહકો ચોંકી ગઈ છે. કોઈ ટીમ છન્ના મેરેયા કે ટીમ સજના કહી રહ્યું છે. કોઈએ લખ્યું તમારા લગ્ન માટે અભિનંદન, પણ મારા આંસુ રોકાતા નથી. એકે લખ્યું કે, આજે મારું દિલ તૂટી ગયું છે.

Singer Darshan Raval marriage : દર્શન વિશે વાત કરીએ તો તે બોલિવૂડના લોકપ્રિય સિંગર છે અને તેના ઘણા આલ્બમ રિલીઝ થયા છે. આ સાથે તેમણે લવયાત્રી ફિલ્મના છોગાડા, મિત્રોં ફિલ્મના કમરિયા, લવ આજ કલ ફિલ્મના મહરમા, શેરશાહમાં કભી તુમ્હેં, રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં ઢિંઢોરા બાજે જેવા ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. ઘણા સેલિબ્રિટી લગ્નના બંધનમાં જોડાતા હોય છે. તો તેના ફોટો અને તેના વિશે વધારે માહિતી અને ન્યૂઝ માટે વેડિંગ ટોપિકને ફોલો કરતા રહો.
