Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રીવાબા જાડેજા

રીવાબા જાડેજા

રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1990 ના રોજ રાજકોટમાં થયો હતો. તેમના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી છે. રીવાબા જાડેજાએ બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કર્યો છે. રીવાબા જાડેજાએ 2016માં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યો છે. જેમને એક પુત્રી છે. રીવાબા જાડેજા 8 ડિસેમ્બર 2022ના રોજ જામનગર મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા.

Read More
Follow On:

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની જેમ પત્ની રિવાબાએ પણ જીતી મેચ, સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં ટીમનું શાનદાર પ્રદર્શન, જુઓ Photos

ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા.

Rivaba Jadeja : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની MLA રીવાબાને કેટલું પેન્શન મળશે?

ગુજરાતમાં ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન ન મળવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે રીવાબા જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાતના ધારાસભ્ય, નિવૃત્તિ પછી કેટલું પેન્શન મેળવશે તે અંગે ચર્ચા થઈ રહી છે.

Jamnagar News : ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડુ, જુઓ Video

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન ગણેશજીને પ્રિય મોદક 15,500થી વધુ લાડુનો પ્રસાદ બનાવીને ભોગ સ્વરૂપે ધરાવવામાં આવ્યા છે.

જામનગર : રેસ્ક્યુ માટે કેડસમા પાણીમાં ઉતર્યા ધારાસભ્ય રિવાબા જાડેજા, જુઓ Video

જામનગરમાં ભારે વરસાદના કારણે નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે ધારાસભ્ય રિવાબા જાડેજા પહોંચ્યા હતા. આ લોકોને સલામત સ્થળે ખસેડવા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ખુદ રિવાબા પણ કેડસમા પાણીમાં ઉતરી તેમની મદદમાં જોડાયા હતા.

જામનગરના સ્થાપના દિવસે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, ધારાસભ્યે ખાંભીનું પૂજન કરી શુભકામના પાઠવી, જુઓ Video

જામનગરમાં આજે સ્થાપના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યાં હતા. જામનગરનો આજે 485માં વર્ષમાં પ્રવેશ થયો છે. જેના પગલે સ્થાનિકોએ વાજતે ગાજતે આજે સ્થાપના દિવસની ઉજવણી કરી છે

લોકસભા 2024ની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા સહિત આ લોકોએ કર્યું મતદાન, જુઓ ફોટો

ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન શરુ છે. તમને જણાવી દઈએ કે, સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન ચાલુ છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્રિકેટર નયન મોગિયા એ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતુ,

g clip-path="url(#clip0_868_265)">