AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

ઈંગ્લેન્ડને ક્રિકેટનું જન્મસ્થળ માનવામાં આવે છે. પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. અહીંથી ઉદ્દભવેલી આ રમત આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે.ઈંગ્લેન્ડને હંમેશા મજબૂત ટીમ તરીકે જોવામાં આવે છે. જોકે, આ ટીમને તેનો પહેલો વર્લ્ડ કપ જીતવામાં ઘણો સમય લાગ્યો હતો. પોલ કોલિંગવુડની કપ્તાની હેઠળ, આ ટીમે 2010માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જે તેનો પહેલો વર્લ્ડ કપ હતો.

2019 માં, ઈયોન મોર્ગનની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડે તેનો પ્રથમ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા આ ટીમ ત્રણ વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. વર્ષ 1979માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યાં વેસ્ટ ઈન્ડિઝે આ ટીમને હરાવી હતી.
1987 અને 1992માં પણ આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી પાકિસ્તાન સામે હારી હતી. 2019માં, ઈંગ્લેન્ડે બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ન્યૂઝીલેન્ડને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો.

આ ટીમ પ્રથમ બે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. જોકે, ઈંગ્લેન્ડની મહિલા ટીમ વનડેમાં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમે વર્ષ 1973, 1993, 2009 અને 2017માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. 2009માં ઈંગ્લેન્ડની મહિલા ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

 

Read More

IND vs NZ: શું છે વડોદરાના નવા સ્ટેડિયમની વિશેષતા? શુભમન ગિલએ શું કહ્યું જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો પહેલો વનડે મેચ 11 જાન્યુઆરી, રવિવારના રોજ નવા વડોદરા સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ પહેલા ટીમના કેપ્ટન ગિલે સ્ટેડિયમ માટે પોતાની પસંદગી વ્યક્ત કરી હતી.

સિડની ટેસ્ટમાં ટ્રેવિસ હેડે ફટકારી સદી, સ્ટીવ વો, જસ્ટિન લેંગર, મેથ્યુ હેડન અને ડેવિડ વોર્નરની કલબમાં જોડાયો

ટ્રેવિસ હેડે ઇંગ્લેન્ડ સામેની સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પોતાની 12મી સદી ફટકારી. સિડનીમાં, ટ્રેવિસ હેડે માત્ર સદી જ ફટકારી નહોતી, તેણે તેની સદીને 150 થી વધુના મોટા સ્કોરમાં પણ રૂપાંતરિત કરી.

સિડનીમાં જો રૂટે ફટકારી પોતાની 41મી ટેસ્ટ સદી, પોન્ટિંગના રેકોર્ડની કરી બરોબરી

Joe Root's century in AUS vs ENG Ashes : જો રૂટે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારીને જો રુટે, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી છે.

સિડની ટેસ્ટમાં ‘કારનામું’! સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હવે જોખમમાં, ક્રિકેટ ઇતિહાસના પન્નાઓમાં લખાશે જો રૂટનું નામ

સિડની ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત બાદ જો રૂટે અને હેરી બ્રુકે સાથે મળીને ઇંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળી હતી. ખાસ વાત એ છે કે, આ સિડની ટેસ્ટમાં રૂટે અડધી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

AUS vs ENG : સિડની ટેસ્ટમાં રુટ અને બ્રુકે 154 રનની અણનમ ભાગીદારી નોંધાવ્યા બાદ એકાએક રમત કેમ અટકાવી દેવાઈ ?

Ashes Sydney Test 2026 : સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટના પહેલા દિવસે રમત અચાનક બંધ કરી દેવામાં આવી.

ICC T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી કેટલા ખેલાડીઓ સદી ફટકારી ચૂક્યા છે? શું કોહલી અને રોહિત આ લિસ્ટમાં છે?

ICC ની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટ 'T20 વર્લ્ડ કપ' આ વર્ષે રમાશે. આ વર્ષે T20 વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા કરશે. એવામાં શું તમે જાણો છો કે, T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી કેટલી સદી ફટકારવામાં આવી છે અને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ છે?

ઈંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 59 છગ્ગા ફટકારનાર બેટ્સમેનનું પત્તું કપાયું

ઈંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. T20 વર્લ્ડ કપમાં હેરી બ્રુક ટીમની કમાન સંભાળશે, જયારે જોફ્રા આર્ચર અને આદિલ રશીદ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મહત્ત્વનો રોલ ભજવશે.

15 રન બનાવતાની સાથે જ રૂટે રચ્યો ‘ઈતિહાસ’, હવે સચિન તેંડુલકરના રેકોર્ડ પર તેની નજર

મેલબોર્નમાં રમાયેલી એશિઝ ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું. આ જીતમાં ઇંગ્લેન્ડના બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે, આ મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ઇતિહાસ રચ્યો હતો.

ફક્ત 7 બોલ… અને ઇતિહાસ બદલાઈ જાત! ‘વર્લ્ડ રેકોર્ડ’ તૂટતાં તૂટતાં બચી ગયો, અંગ્રેજ બેટ્સમેનને નસીબે દગો આપ્યો

ઈંગ્લેન્ડે એશિઝ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં શાનદાર વિજય મેળવ્યો, જેમાં બોલરો અને બેટ્સમેન બંનેએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ જીત સાથે જ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાનો 'વ્હાઇટવોશ' થતાં અટકાવ્યો છે.

‘રવિ શાસ્ત્રી’ને ઇંગ્લેન્ડના કોચ તરીકે નિયુક્ત કરવાની માંગ ! બ્રેન્ડન મેક્કુલમના ‘બેઝબોલ’ એપ્રોચથી હેરાન છે ‘અંગ્રેજો’

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે એશિઝ હારી ગઈ છે. એવામાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે એક એવું નિવેદન આપ્યું છે કે, જેની ચર્ચા ઈંગ્લેન્ડ કરતાં ભારતમાં વધુ થઈ રહી છે.

AUS vs ENG: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને એશિઝ જાળવી રાખી, 3 ટેસ્ટના 11 દિવસની રમતમાં ઇંગ્લેન્ડ રેસમાંથી બહાર

એશિઝ: ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવીને એશિઝ જાળવી રાખી છે. આ ઓસ્ટ્રેલિયાનો સતત પાંચમો એશિઝ એવોર્ડ છે. 2017-18માં ઓસ્ટ્રેલિયાએ એશિઝ જીતી ત્યારથી ઓસ્ટ્રેલિયાએ ક્યારેય એશિઝ શિલ્ડ ગુમાવ્યો નથી.

19 ડિસેમ્બરના મહત્વના સમાચાર : જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ-3ના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

Gujarat Live Updates : આજે 19 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Breaking News : સિડની આતંકી હુમલામાં માંડ માંડ બચ્યો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર, જાણો શું કહ્યું

14 ડિસેમ્બર 2025ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર આતંકી હુમલો થયો હતો. જેમાં અંદાજે 15 લોકોના મૃત્યું થયા છે અને 40થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર માઈકલ વોર્ને જણાવ્યું કે, તે બોન્ડી બીચ પર હતો.

IPL 2026 Auction: આ ખેલાડીનો PoK સાથે છે સંબંધ, હવે BCCI એ તેને IPLમાં એન્ટ્રી આપી

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદને IPL 2026 મીની ઓકશનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીના પરિવારના મૂળ PoK સાથે જોડાયેલો છે, જેના કારણે તેને ઘણી વખત ભારતીય વિઝા મેળવવામાં વિલંબ થયો છે.

IPL માં જેના રમવા પર BCCI એ લગાવ્યો છે પ્રતિબંધ, તેને 5.6 કરોડ રૂપિયા આપશે કાવ્યા મારન

16 ડિસેમ્બરે IPL ઓકશનમાં ખેલાડીઓ પર ચોક્કસ પૈસાનો વરસાદ થશે, પરંતુ બીજી એક લીગે પહેલાથી જ કેટલાક ખેલાડીઓ માટે મોટા પગારની જાહેરાત કરી દીધી છે. આ લીગ ઇંગ્લેન્ડની "ધ હંડ્રેડ" છે, જ્યાં બધી ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેનમેન્ટની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે કાવ્યા મારન IPL માં પ્રતિબંધિત ખેલાડીને 5.6 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">