Champions Trophy : જસપ્રીત બુમરાહને ટીમમાં મળશે સ્થાન? સિલેક્શન પહેલા આવ્યા મોટા સમાચાર

ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો થયો હતો, જેના કારણે તે મેચની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો અને ત્યારથી સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ સિલેક્શન પહેલા બુમરાહને લઈ આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Jan 18, 2025 | 1:07 PM
ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ફિટનેસને લઈ સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં સૌથી મોટું નામ છે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહની કમરના દુખાવાએ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી છે, પરંતુ ટીમ સિલેક્શનના એક દિવસ પહેલા જ થોડી રાહતના સમાચાર છે. એવું માનવામાં આવે છે કે બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં જગ્યા મળશે.

1 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 18 જાન્યુઆરી, શનિવારે મુંબઈમાં થશે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમમાં પસંદ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરશે. નિયમો અનુસાર, ટૂર્નામેન્ટ માટે માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરી શકાય છે, જ્યારે કેટલાક ખેલાડીઓને રિઝર્વ તરીકે સામેલ કરી શકાય છે. આ દરમિયાન માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી જ નહીં પરંતુ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટેની ટીમની પણ જાહેરાત કરવામાં આવશે.

2 / 5
ટીમની જાહેરાતના એક દિવસ પહેલા એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બુમરાહને બંને ટીમમાં સામેલ કરવામાં આવશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે બુમરાહની ફિટનેસને લઈને ચિંતાજનક દાવા કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બુમરાહ માટે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચોમાં રમવું મુશ્કેલ હતું. પરંતુ તાજેતરના અહેવાલે ચોક્કસપણે ચાહકોને થોડી રાહત આપી છે. જોકે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેનું રમવું કે ન રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

3 / 5
બુમરાહની ફિટનેસ ચકાસવા માટે તેને ઈંગ્લેન્ડ સામેની 3 મેચની વનડે શ્રેણીમાં પણ સામેલ કરવામાં આવશે. આ શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બુમરાહ ફિટ છે તો તેને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સિરીઝની એક મેચમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જેથી તેની મેચ ફિટનેસને સંપૂર્ણ રીતે જાણી શકાય.

4 / 5
તાજેતરમાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહને થોડા દિવસો માટે બેડ-રેસ્ટની સલાહ આપવામાં આવી છે, ત્યારબાદ તે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. જોકે, બુમરાહે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ દાવાને ખોટા ગણાવ્યા હતા. (All Photo Credit : PTI)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ પ્રકારના સમાચારો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">