Matar Kachori Recipe: શિયાળામાં ઘરે જ બનાવો ગરમા ગરમ લીલા વટાણાની કચોરી, જુઓ તસવીરો

શિયાળો આવે લીલા વટાણાની કચોરી ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ કેટલીક વાર બજાર જેવી કચોરી ઘરે બનતી નથી. તો આજે પણ આપણે જાણીશું કે કેવી રીત ઘરે સરળતાથી લીલા વટાણાની કચોરી ઘરે બનાવી શકાય

| Updated on: Jan 18, 2025 | 2:22 PM
લીલા વટાણાની કચોરી ઘરે બનાવવા માટે મેંદો, ઘી, મીંઠુ સ્વાદનુસાર, લીલા વટાણા, કોથમીર, વટાણા, મરચાંની પેસ્ટ, જીરું, સફેદ તલ, હિંગ, ખાંડ, લીંબુનો રસ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 6
લીલા વટાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદાનો લોટ , તેલ અથવા ઘી ઉમેરો, અડધી ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી દો. હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.

2 / 6
કચોરીનો લોટ બાંધો ત્યારે ધ્યાન રાખો કે લોટમાં વધારે પાણી ન પડી જાય. હવે કણકને સેટ થવા માટે 20 મિનિટ મુકી દો. હવે વટાણાનું સ્ટફિંગ કરવા માટે એક પેનમાં તેલ લો. તેમાં થોડું વાટેલું જીરું, કાળા મરી અને ધાણા ઉમેરો, લીલા મરચા અને લસણ - આદુની  નાખી બરાબર સાંતળી લો.

3 / 6
જીરું, તલ, હિંગ નાખી આદુ મરચાંની પેસ્ટ અને  વટાણાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. હવે મીઠું, ખાંડ અને ગરમ મસાલો ઉમેરી થોડું વધુ સાંતળો. છેલ્લે કોથમીર ઉમેરી આંચ બંધ કરી લો.

4 / 6
નાની પૂરી વણી લો. તેમાં પૂરણનો ગોળો મુકી તેને બધી બાજુથી બંધ કરી કચોરી તૈયાર કરો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો. હવે એકને પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે ધીમી આંચ કરી કચોરીને તળી લો.

5 / 6
હવે કચોરી બંન્ને બાજુથી ગોલ્ડન થાય એટલે તેને બહાર કાઢી લો. તમે ગરમા ગરમ કચોરીને ચા સાથે પીરસી શકો છો. આ સાથે જ તેને 1-2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">