રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.

રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

Read More

મુંબઈમાં રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલ્યો, 10 વિકેટ લઈને હીરો બન્યો, ટેસ્ટમાં પહેલીવાર કર્યું આ કારનામું

રવિન્દ્ર જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી 10 વિકેટ લીધી છે. આ સાથે તેમણે એક રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાનું ટેસ્ટ કરિયરનું બીજું બેસ્ટ પરફોર્મન્સ છે.

IND vs BAN: રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ

બાંગ્લાદેશની ટીમ કાનપુર ટેસ્ટના પ્રથમ દાવમાં 233 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ઈનિંગ દરમિયાન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જાડેજાએ વિશેષ સ્થાન હાંસલ કર્યું છે.

IND vs BAN: રોહિત શર્માને રવીન્દ્ર જાડેજા પર વિશ્વાસ નથી? કાનપુર ટેસ્ટ વચ્ચે કેપ્ટન પર ઉઠ્યા સવાલ

27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી કાનપુર ટેસ્ટના પહેલા દિવસે માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને રવિચંદ્રન અશ્વિનને બોલિંગ આપી. પરંતુ પાંચમા બોલર રવીન્દ્ર જાડેજા તરફથી એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. આવું કેમ થયું? શું રોહિતને જાડેજા પર વિશ્વાસ નથી?

IND vs BAN: રવીન્દ્ર જાડેજાએ અશ્વિનને એવું શું કહ્યું કે તેણે ચેન્નાઈમાં સદી ફટકારી દીધી

આર અશ્વિને ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે શાનદાર સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી છે. અશ્વિને તેની સદી બાદ ખુલાસો કર્યો કે રવીન્દ્ર જાડેજાએ બેટિંગ દરમિયાન કંઈક એવું કહ્યું જેનાથી તેને ફાયદો થયો.

IND vs BAN: અશ્વિન-જાડેજાની જોડીનું મોટું કારનામું, તોડ્યો સચિન તેંડુલકરનો આ ખાસ રેકોર્ડ

બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ચેન્નાઈ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિનની જોડીએ મોટી સિદ્ધિ મેળવી છે. આ જોડીએ સચિન તેંડુલકર અને ઝહીર ખાનનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ જોડી હવે એક ખાસ યાદીમાં નંબર 1 બની ગયા છે.

ગુજ્જુ ખેલાડી પાસે આ મોટી તક, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર બીજો ભારતીય ખેલાડી બની શકે છે

19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં રવિન્દ્ર જાડેજાની પાસે મોટું કારનામું કરવાની તક હશે. જેમાં તે 6 વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લેશે.

રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, મોહમ્મદ સિરાજને લઈ આવ્યા ખરાબ સમાચાર

દુલીપ ટ્રોફીની શરૂઆત પહેલા જ મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજા બંને ઈન્ડિયા B ટીમમાંથી બહાર થઈ ગયા છે. ઉમરાન મલિક પણ આ મેચમાં નહીં રમે, તે ઈન્ડિયા C ટીમનો ભાગ હતો. દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">