વિરાટ કોહલી આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર, કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ જોવો પડ્યો

વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ શરૂ થવાના 3 દિવસ પહેલા જ પહેલી અને બીજી મેચમાંથી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, ત્યારપછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે આગામી 3 મેચમાં વાપસી કરશે પરંતુ એવું થયું નહીં અને ટીમ ઈન્ડિયાએ તેના વિના બાકીની 3 મેચ રમવા માટે તૈયાર રહેવું પડશે.

| Updated on: Feb 10, 2024 | 11:03 AM
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી રમે તેવી આશા ક્રિકેટ ફેન્સને હતી. પણ વિરાટ કોહલીના ફેન્સને આજે મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ સિરીઝની બાકીની 3 મેચમાં પણ નહીં રમે.

1 / 5
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી છે. કોહલી પ્રથમ અને બીજી ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો, જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટમાંથી તેના બહાર હોવાના સમાચાર આવવા લાગ્યા હતા. જોકે, 5મી ટેસ્ટમાં પુનરાગમનની આશા હતી પરંતુ હવે તે પણ થશે નહીં.

2 / 5
 છેલ્લા ઘણા દિવસોથી સિરીઝની ત્રીજી, ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. એવા અહેવાલો છે કે વિરાટ કોહલીની ઉપલબ્ધતા અંગે સ્પષ્ટતાના અભાવે આ જાહેરાત અટકી પડી હતી. એક રિપોર્ટમાં જણાવા મળ્યું છે કે શુક્રવાર 9 ફેબ્રુઆરીએ કોહલીએ BCCIને કહ્યું કે તે આગામી 3 મેચમાં પણ રમી શકશે નહીં. શુક્રવારે જ પસંદગી સમિતિની બેઠક પણ યોજાઈ હતી.

3 / 5
 આ રીતે કોહલી 5 મેચની આ સિરીઝમાં એકપણ મેચ રમી શકશે નહીં. 2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીને તેની આખી કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ જોવો પડ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોહલી ઘરઆંગણે આયોજિત કોઈપણ ટેસ્ટ શ્રેણીમાં એક પણ મેચ નહીં રમે. આ પહેલા પણ કેટલાક પ્રસંગોએ આવું બન્યું હતું જ્યારે કોહલી ટેસ્ટ સિરીઝમાં એક પણ મેચ રમી શક્યો ન હતો, પરંતુ પહેલીવાર તે ઘરેલું ટેસ્ટ સિરીઝમાં રમ્યા વિના બહાર થઈ ગયો હતો.

4 / 5
 પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીની ટેસ્ટ સિરીઝની પ્રથમ 2 મેચ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તે ટીમ સાથે હૈદરાબાદ પણ પહોંચી ગયો હતો, જ્યાં તેણે એક દિવસ ટ્રેનિંગ કેમ્પમાં પણ ભાગ લીધો હતો. ત્યારપછી 22 જાન્યુઆરીએ તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવાના હતા પરંતુ તેઓ પહોંચ્યા ન હતા અને તે જ દિવસે BCCI એ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા કે કોહલી બંને મેચમાંથી ખસી ગયો છે. ભારતીય બોર્ડે તેની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે કોહલીએ આ નિર્ણય પારિવારિક કામકાજના કારણે લીધો છે અને તેણે આ અંગે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી હતી. બોર્ડે કોહલીની ગોપનીયતાનું ધ્યાન રાખવા અને અટકળોથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">