ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા જય શાહનું કરવામાં આવ્યુ અભિવાદન, ધનરાજ નથવાણીની પ્રમુખ તરીકે વરણી
છેલ્લા 4 વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ પદની જગ્યા ખાલી હતી. તેથી પ્રમુખ સહિતની જગ્યામાં નવી નિમણૂંક કરવામાં આવી છે.

આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 86મી વાર્ષિક સભામાં પ્રમુખ સહિત કમિતિના ઘણા પદ પર સભ્યોની નિમંણૂક કરવામાં આવી હતી.

GCA ની 86મી વાર્ષિક સભામાં પ્રમુખની વરણી પર મહોર મારવામાં આવી છે. ધનરાજ નથવાણીની આવનારા 3 વર્ષ પ્રમુખપદ માટે બિનહરીફ વરણી કરાઈ છે. 2025 સુધી તેઓ પ્રમુખપદ પર બની રહેશે.

GCAના ઉપપ્રમુખ તરીકે હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરી તરીકે અનિલ પટેલ, જોઇન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલ તેમજ ભરત માંડલિયાની ખજાનચી તરીકે પસંદગી કરાઈ છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ પ્રસંગે બીસીસીઆઈના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન અન આઈસીસીના ફાઈનાન્સ અને કમર્શિયસલ અફેર્સ કમિટિના પ્રમુખ જય શાહનું અભિવાદન પણ કરવામાં આવ્યુ હતુ. જય શાહે તમામ સભ્યોને શુભેચ્છા પણ પાઠવી હતી.

છેલ્લા 4 વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદની જગ્યા ખાલી હતી. તેથી પ્રમુખ પદ સહિતની જગ્યામાં નવી નિમણૂક કરવામાં આવી છે. જણાવી દઈએ કે ધનરાજ નથવાણી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમાણ નથવાણીના પુત્ર છે.