BU પરમિશન ન ધરાવતી શાળાઓ પર તવાઈ! પ્રિ-સ્કૂલ બંધ થતા બાળકોનો અભ્યાસ બગડશે, હવે તેની જવાબદારી કોણ લેશે? જુઓ Video
અમદાવાદમાં AMC દ્વારા BU પરમિશન ન ધરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. BU પરમિશનના અભાવે કુલ 35 શાળાઓને સીલ કરવામાં આવી હતી.
અમદાવાદમાં AMC દ્વારા BU પરમિશન ન ધરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. BU પરમિશનના અભાવે કુલ 35 શાળાઓને સીલ કરવામાં આવી હતી, જેના કારણે પ્રિ-સ્કૂલ એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે.
એસોસિએશનનું કહેવું છે કે, પ્રિ-સ્કૂલ બંધ થવાથી બાળકોના અભ્યાસને નુકસાન પહોંચશે. આ મામલે પ્રિ-સ્કૂલ એસોસિએશને ચાલુ સત્ર દરમિયાન સીલ ન મારવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે તેમજ વેકેશન દરમિયાન કાર્યવાહી કરવા મનપાને રજૂઆત કરી છે.
સલામતીના મુદ્દે ફાયર NOC અને BU પરમિશન ફરજિયાત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તમામ શાળાઓને તાત્કાલિક ફાયર NOC તથા BU પરમિશન મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ, વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે.
