Stock Market: લાખો રોકાણકારો માટે ખુશખબરી ! દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આપશે ‘દમદાર ડિવિડન્ડ’, શું આ શેર 200 રૂપિયાને પાર જશે?
શુક્રવારે એટલે કે 12 ડિસેમ્બરના રોજ PSU કંપનીએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી અને તેની સાથે જ રેકોર્ડ તારીખ પણ નક્કી કરી.

સરકારી તેલ અને ગેસ કંપનીના શેરધારકો માટે એક મોટી ખબર સામે આવી છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

કંપનીના ડિરેક્ટર બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹5 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ લાખો નાના રોકાણકારો માટે સારા સમાચાર છે, જેઓ તેમના રોકાણ પર એક નિયમિત રિટર્નની અપેક્ષા રાખે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ આવતા સપ્તાહે એટલે કે 'ગુરુવાર' 18 ડિસેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે.

આનો અર્થ એ થયો કે, જે શેરધારકો 18 ડિસેમ્બર સુધીમાં આ કંપનીના શેર ધરાવે છે તેઓને જ પ્રતિ શેર ₹5 નું ડિવિડન્ડ મળશે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે, આ રકમ 11 જાન્યુઆરી, 2026 સુધીમાં રોકાણકારોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ખબર બાદ, PSU કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે શેર ₹164.00 પર બંધ થયા, જે 1.19% નો વધારો દર્શાવે છે.

સરકારી કંપનીના શેરમાં છેલ્લા મહિનામાં લગભગ 5% ઘટાડો થયો, જ્યારે છેલ્લા 6 મહિનામાં, તેમાં 14.5% જેટલો વધારો થયો છે. ટૂંકમાં વર્ષ-દર-વર્ષે આ PSU શેરમાં 19% થી વધુનો વધારો થયો છે.

છેલ્લા 1 વર્ષમાં IOC (Indian Oil Corporation Ltd) ના શેરે 15 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ શેર હાલમાં તેના 50-Day અને 200-Day ના સિમ્પલ મૂવિંગ એવરેજ (SMA) થી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે અનુક્રમે ₹161.4 અને ₹145 છે.

શેરના ચાર્ટ પર આ સ્થિતિ એક મજબૂત અપટ્રેન્ડ સૂચવે છે. નિષ્ણાતોના મત મુજબ, આ શેર +26.47% વધીને ₹207.00 ની ટોચે જોવા મળી શકે છે. વધુમાં જો માર્કેટ ક્રેશ થયું, તો આ જ સ્ટોક -38.90% ઘટીને ₹100.00 ની નીચી સપાટીએ આવી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
