ઘરમાં ઉગતા સૂર્યની તસવીર લગાવવી શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
ગ્રહો સાથે સંબંધિત દરેક વસ્તુના વાસ્તુ અને જ્યોતિષીય પાસાઓ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંદર્ભમાં, આજે આપણે ઘરમાં સૂર્યનું ચિત્ર કે તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં તો જાણીશું

ગ્રહોનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે. ગ્રહોની ગતિ, તેમની દિશા અને તેમની સ્થિતિ જીવનમાં બનતી ઘટનાઓ નક્કી કરે છે. તેથી, ગ્રહો સાથે સંબંધિત દરેક વસ્તુના વાસ્તુ અને જ્યોતિષીય પાસાઓ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંદર્ભમાં, આજે આપણે ઘરમાં સૂર્યનું ચિત્ર કે તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં તો જાણીશું

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે, પરંતુ ચોક્કસ નિયમોનું ધ્યાન રાખવું પણ જરુરી છે. તો ચાલો સમજીએ કે ઘરમાં ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવાથી પરિવારના સભ્યો પર કેવી અસર પડે છે.

વાસ્તુ મુજબ ઉગતા સૂર્યની તસવીર રવિવારે લગાવવી શુભ માનવામાં આવે છે તેમજ પૂર્વ દિશામાં ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવાથી સૌભાગ્ય મળે છે. તેમજ ઘરમાં ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રવિવારે ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવું જોઈએ. રવિવારે પૂર્વ દિશામાં સૂર્યનું ચિત્ર લગાવવાથી સૌભાગ્ય મળે છે.

ઘરમાં ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવાથી આત્મવિશ્વાસ વધે છે. સમાજમાં માન-સન્માન મળે છે અને પ્રતિષ્ઠા ફેલાય છે. નિષ્ફળતાઓ દૂર થાય છે, અને પ્રગતિના નવા રસ્તા ખુલે છે.

ઘરમાં ઉગતા સૂર્યની તસવીર નોકરીની તકોમાં આવતા અવરોધો દૂર કરે છે. આવક વધે છે. વ્યવસાયમાં પણ વધારો થાય છે. વ્યવસાયને ગતિ મળે છે.
ઘરમાં એકથી વધારે અરીસો લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
