AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાખી પર કલંક! અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી, CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા - જુઓ Video

ખાખી પર કલંક! અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી, CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2025 | 7:00 PM
Share

અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં CID ક્રાઇમ વિભાગના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત એમ છે કે, CID ક્રાઇમમાં ફરજ બજાવતા PI પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ACBની ટીમે સરગાસણ વિસ્તારમાં જાહેર સ્થળે જ આ કાર્યવાહી હાથ ધરી હતી.

સરગાસણ વિસ્તારમાં જાહેરમાં લાંચ લેતી વખતે ACBની ટીમે બંને પોલીસકર્મીઓને પકડી લીધા હતા. મળતી માહિતી મુજબ, CID ક્રાઇમમાં નોંધાયેલા એક ગુનામાં કાર્યવાહી ન કરવા બદલ બંનેએ લાંચની માંગ કરી હતી. ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે CID ક્રાઇમ જેવા મહત્વના વિભાગના અધિકારીઓ જ લાંચ લેતા ઝડપાયા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, ભ્રષ્ટાચાર સામે સરકાર અને ACB કડક વલણ અપનાવી રહી છે. પોલીસ વિભાગમાં શિસ્ત અને વિશ્વસનીયતા જળવાઈ રહે, તે માટે આવી કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">