માતા ગુજરાતી, જીજાજી ક્રિકેટર, પિતા અને બહેન છે બોલિવુડ સ્ટાર, આવો છે ગુજરાતના ભાણેજનો પરિવાર
પહેલી ફિલ્મ 'બોર્ડર' 1971ના લોંગેવાલાના યુદ્ધ પર આધારિત હતી, જ્યારે 'બોર્ડર 2' 1999ના કારગિલ યુદ્ધની સાચી ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી જોવા મળશે. તો જુઓ અહાન શેટ્ટીના પરિવારમાં કોણ કોણ છે

ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકયા છે અને સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ હોય કે ફ્લોપ, તેઓ અભિનયની દુનિયામાં સક્રિય રહે છે.

જોકે, અહાન શેટ્ટી એક એવો સ્ટાર કિડ છે જે તેની રોમેન્ટિક ફિલ્મ "તડપ" થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો ન હતો.તો આજે આપણે અહાનના પરિવાર વિશે વાત કરીશું.

અહાન શેટ્ટીનો પરિવાર જુઓ

અહાન શેટ્ટી એક અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્ર, તેમણે એક્શન રોમાન્સ ફિલ્મ તડપ (2021) થી તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના કારણે તેમને સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર મેલ માટે IIFA એવોર્ડ મળ્યો હતો.

અહાન શેટ્ટીનો જન્મ 28 ડિસેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો.તે બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીનો દીકરો છે. અને અભિનેત્રી આથિયા શેટ્ટીનો નાનો ભાઈ છે.

તેના પિતા બોલીવુડ ઉદ્યોગમાં એક અભિનેતા છે જ્યારે તેની માતા એક ઉદ્યોગપતિ, ડિઝાઇનર અને સામાજિક કાર્યકર છે. તેનો જન્મ ગુજરાતી મુસ્લિમ આર્કિટેક્ટ પિતા અને પંજાબી હિન્દુ સામાજિક કાર્યકર માતાને ત્યાં થયો હતો.

અહાને અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે યુએસ યુનિવર્સિટીમાંથી અભિનય અને ફિલ્મ નિર્માણમાં ડિગ્રી મેળવી હતી.

અહાન શેટ્ટીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત મિલન લુથરિયા દિગ્દર્શિત રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ તડપ (2021) થી કરી હતી, જેમાં તારા સુતારિયા પણ જોવા મળી હતી, જે હિટ તેલુગુ એક્શન ફિલ્મ RX 100ની રીમેક હતી. આ માટે તેમણે 11 કિલો વજન વધાર્યું હતુ.તડપે બોક્સ ઓફિસ પર 34.86 કરોડની કમાણી કરી હતી.

રિપોર્ટ મુજબ શેટ્ટી ફેશન ડિઝાઇનર તાનિયા શ્રોફ સાથે રિલેશનશીપમાં છે. તેઓ શાળામાં સાથે અભ્યાસ કરતા હતા.બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી 1997માં આવેલી ફિલ્મ "બોર્ડર" નો ભાગ હતા. હવે, તેમના દીકરને "બોર્ડર 2" ની સિક્વલમાં કાસ્ટ કરવામાં આવ્યો છે.

બોર્ડર 2ના નિર્માતાઓ એક પછી એક ફિલ્મના કલાકારોના ફર્સ્ટ લુક રિલીઝ કર્યા છે, જેનાથી બધાનો ઉત્સાહ વધી ગયો છે.

હાલમાં નિર્માતાઓએ અહાન શેટ્ટીના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે, જે લોકોને સુનિલ શેટ્ટીની યાદ અપાવે છે.

ભલે અહાન શેટ્ટીએ ઓછી ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમ છતાં તેની ફી એક કરોડ રૂપિયાની આસપાસ છે.

તમને જણાવી દઈએ કે, અહાન શેટ્ટીની બહેનનું નામ આથિયા શેટ્ટી છે. તેમના જીજાજી કે.એલ રાહુલ ભારતીય ક્રિકેટર છે.

એક રિપોર્ટ મુજબ, અભિનેતા એક ફિલ્મ માટે 80 થી 90 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીની દીકરો અહાન શેટ્ટી અંદાજે 28 થી 32 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.

‘બોર્ડર 2’નું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ ફિલ્મ 22 જાન્યુઆરી 2026ના રોજ સિમોઘરોમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં મેધા રાણા, મોના સિંહ અને સોનમ બાજવા સાથે સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
