Stock Market : 7321% જેટલું રિટર્ન! ₹150 શેરનો ₹11,000 ને વટાવી ગયો, આ મલ્ટિબેગર શેરે રોકાણકારોને મોજ કરાવી દીધી
શેરબજારમાં કેટલાક એવા સ્ટોક હોય છે, જે એક વર્ષમાં ઘણા રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. આ શેરોને મલ્ટિબેગર સ્ટોક્સ કહેવામાં આવે છે. તેમના ભાવ રોકેટ ગતિએ વધે છે, જે શેરધારકોને દમદાર રિટર્ન વળતર આપે છે. આવા જ મલ્ટિબેગર સ્ટોકે 7321% જેટલું રિટર્ન આપ્યું છે.

આ મલ્ટિબેગરની સ્ટોકની એક વર્ષ પહેલાની કિંમત ₹150 હતી પરંતુ એક જ વર્ષમાં તે ₹11,000 ને પાર થઈ ગઈ. આનો અર્થ એ છે કે, જો રોકાણકારોએ એક વર્ષ પહેલા આ સ્ટોકમાં રોકાણ કર્યું હોત, તો તેમનું રોકાણ 73 ગણું વધી ગયું હોત. હવે પ્રશ્ન એ છે કે, એવા તો કયા સ્ટોકે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે?

આજે 15 ડિસેમ્બર, 2025 ના રોજ, BSE પર RRP સેમિકન્ડક્ટર લિમિટેડના શેર -1% ઘટીને ₹11,095 પર બંધ થયા. આ સ્ટોક, જેની કિંમત આશરે ₹150 જેટલી હતી, તે ફક્ત એક વર્ષમાં 7321% વધી ગયો છે.

RRP સેમિકન્ડક્ટરની માર્કેટ કેપ હાલમાં ₹15,115.76 કરોડ છે. આ શેરમાં વર્ષ-દર-વર્ષે 5,881.11% નો વધારો થયો છે. RRP સેમિકન્ડક્ટર લિમિટેડ એક ભારતીય કંપની છે, જે ટ્રેડિંગથી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહી છે.

તે મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ચિપ્સ, પેકેજિંગ (OSAT) અને વેફર-લેવલ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો હેતુ નવી સુવિધાઓ સાથે નવીનતા લાવવાનો છે. કંપની એડવાન્સ ટેકનોલોજીમાં વિસ્તરણ કરી રહી છે પરંતુ હાઇ વેલ્યુએશન અને પ્રમોટર હોલ્ડિંગ અંગે ચિંતાઓનો સામનો કરી રહી છે.

જણાવી દઈએ કે, Sep 2025 દરમિયાન પ્રોમોટર્સનો હિસ્સો 1.27% જેટલો અને પબ્લિકનો 98.72% જેટલો છે. વધુમાં કંપનીની Debt 14.6 કરોડ છે અને સામે Reserves -4.27 કરોડ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
