Women’s health : શું મેનોપોઝ લક્ષણો વિના શરૂ થઈ શકે છે ? ડૉક્ટર પાસેથી જાણો
મેનોપોઝમાં સામાન્ય રીતે અનેક લક્ષણો હોય છે. પરંતુ શું મહિલાઓ માટે કોઈ પણ લક્ષણો વિના મેનોપોઝની શરુઆત થઈ શકે છે?આ વિશે આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં વિસ્તારથી વાત કરીશું.

મહિલાઓની બોડીમાં કેટલાક ફેરફાર થતા રહેતા હોય છે. કેટલીક વખત આ ફેરફાર મોટા પણ હોય છે. કેટલીક વખત આ ફેરફાર નાના પણ હોય છે.આમાં સૌથી સામાન્ય ફેરફાર હોર્મોનલ ફેરફારો છે. આ ત્વચા, વાળ, પીરિયડ્સ અથવા એકંદર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પીરિયડ્સ પોતે કોઈ સમસ્યા નથી, પરંતુ તે મહિલાઓ માટે ઘણી અન્ય નાની-મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ઘણી ખબર હોતી નથી કે તેમના પીરિયડ્સ ક્યારે શરૂ થાય છે. જો કે, જ્યારે તેમના પીરિયડ્સ બંધ થાય છે, ત્યારે મહિલાઓને ઘણા લક્ષણોનો અનુભવ થાય છે. મેનોપોઝના તબક્કામાં પહોંચતા પહેલા તેઓ પેરીમેનોપોઝનો પણ અનુભવ કરે છે. પરંતુ શું મેનોપોઝ પહેલા શરૂઆતના લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે?

જો તમારા મનમાં આ પ્રશ્ન ઉદભવી રહ્યો હોય, તો ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ. જો કોઈ મહિલાને અંદાજે 12 મહિના એટલે કે, એક વર્ષ સુધી પીરિયડ્સ આવતા નથી તો તેને મેનોપોઝ કહેવામાં આવે છે. આ એક નેચરલી પ્રકિયા છે.

તમને જણાવી દઈએ કે, મેનોપોઝ પહેલા 5 થી 10 અઠવાડિયા પેરિમેનોપોઝનું સ્ટેજ આવે છે.મેનોપોઝ પહેલા મહિલાના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન બનવાનું ઓછું થઈ જાય છે. જેનાથી એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થાય છે, જે મેનોપોઝ દરમિયાન જોવા મળતા મોટાભાગના લક્ષણો માટે જવાબદાર છે. કેટલીક વખત લક્ષણો જોવા મળતા નથી.

ચાલો હવે મહિલાઓમાં મેનોપોઝના શરૂઆતના લક્ષણો વિશે જાણીએ. આ લક્ષણોને પેરીમેનોપોઝ કહી શકાય. અનિદ્રા,વાળ ખરવા, ડ્રાય સ્કિન,યોનિમાર્ગ શુષ્કતા,થાક,મૂડ સ્વિંગ વગેરે જોવા મળે છે.

કેટલીક મહિલાને મેનોપોઝના શરૂઆતના લક્ષણોનો અનુભવ થતો નથી. આનો અર્થ એ છે કે તેમને પેરીમેનોપોઝનો અનુભવ થયો નથી. જોકે, મોટાભાગની મહિલાઓને પેરીમેનોપોઝનો અનુભવ થાય છે. જો તમને આ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો તમે ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈ શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
