AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચન અને રેખાના બ્રેકઅપ પાછળનું સાચું કારણ આવ્યું સામે, અભિનેત્રીની મિત્રએ કર્યો ખુલાસો!

રેખાની મિત્ર બીના રામાણીએ અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધોના બ્રેકઅપનું સાચું કારણ જણાવ્યું છે. રેખા કઈક અલગ વાત ઇચ્છતી હતી પરંતુ પરિણીત હોવાથી અને રાજકારણમાં પ્રવેશવાને કારણે અમિતાભ માટે તે શક્ય નહોતું.

| Updated on: Dec 15, 2025 | 5:20 PM
Share
અમિતાભ બચ્ચન અને રેખા બોલિવૂડના સૌથી ચર્ચિત અને યાદગાર યુગલોમાંથી એક રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે તેમના સંબંધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે, તે દરમિયાન અમિતાભ બચ્ચન પહેલેથી જ જયા બચ્ચન સાથે લગ્ન કરી ચૂક્યા હતા. હવે વર્ષો બાદ, રેખાની એક નજીકની મિત્રએ તેમના બ્રેકઅપ પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

1 / 8
બોલિવૂડમાં કેટલીક પ્રેમકથાઓ એવી હોય છે જે ક્યારેય જૂની થતી નથી. ભલે તે સંબંધો અંત સુધી પહોંચી ન શક્યા હોય, પરંતુ તેમની ચર્ચા આજે પણ થાય છે. અમિતાભ બચ્ચન અને રેખાની પ્રેમકથા પણ એવી જ એક અધૂરી કહાની છે, જે આજે પણ લોકોમાં રસ જગાવે છે.

2 / 8
રેખાની નજીકની મિત્ર અને સોશિયલાઇટ બીના રામાણીએ આ સંબંધ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયે રેખા ઈચ્છતી હતી કે અમિતાભ બચ્ચન જાહેરમાં તેમના સંબંધોને સ્વીકારે. રેખાને એ ગમતું નહોતું કે તેમનો સંબંધ ગુપ્ત રાખવામાં આવે અને દુનિયાથી છુપાવવામાં આવે. પરંતુ આ શક્ય બની શક્યું નહીં, કારણ કે અમિતાભ બચ્ચન તે સમયે જયા બચ્ચન સાથે લગ્ન કરી ચૂક્યા હતા અને રાજકારણમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતા.

3 / 8
બીના રામાણીએ રેખાના બાળપણ અને તેની માનસિક સ્થિતિ અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે અભિનેતા જેમિની ગણેશનની ગેરકાયદેસર સંતાન તરીકે જન્મેલી રેખા સ્થિર અને સુરક્ષિત કુટુંબિક વાતાવરણ વિના મોટી થઈ. આ બાબતનો તેના જીવન અને લાગણીઓ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

4 / 8
બીનાએ જણાવ્યું, “રેખા મારી ખૂબ જ નજીકની મિત્ર હતી. તેણીમાં એક વિશેષ પ્રકારની માસૂમિયત હતી. જો તેના જીવનમાં ક્યારેય કંઈ ખોટું થયું હોય, તો તે તેની નિર્દોષતા અને ભાવુકતાને કારણે હતું. બાળપણમાં માતા-પિતાના પ્રેમનો અભાવ તેણીને ખૂબ લાગ્યો હતો. એ કારણે જ તેણીએ માત્ર 13–14 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને સાચા અર્થમાં બાળપણ માણી શકી નહીં.”

5 / 8
જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં સક્રિય બન્યા, ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. બીનાનું માનવું હતું કે રેખા માટે આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર રીતે માન્યતા મેળવી શકશે નહીં.

6 / 8
બીનાએ આગળ જણાવ્યું, “જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં પ્રવેશ્યા, ત્યારે રેખા મને મળવા ન્યુ યોર્ક આવી હતી. તે સમયે તે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. કદાચ તેનું કારણ એ હતું કે અમિતાભ બચ્ચને તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર કરવામાં નહીં આવે.”

7 / 8
અમિતાભ બચ્ચન અને રેખાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ફિલ્મ ‘સિલસિલા’માં ખાસ જોવા મળી હતી. આ ઉપરાંત બંનેએ ‘મુકદ્દર કા સિકંદર’, ‘mr નટવરલાલ’, ‘સુહાગ’, ‘દો અંજાને’ અને ‘રામ બલરામ’ જેવી અનેક સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જે આજે પણ દર્શકોને યાદ છે.

8 / 8

જામનગરથી ઉડી અફેરની ચર્ચાઓ, સસરાનું બોલિવુડ કનેક્શન, ગર્લફ્રેન્ડથી 4 વર્ષ નાના રાહુલ મોદીનો જુઓ પરિવાર

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">