AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Future : ગોલ્ડ ETF માં અત્યાર સુધીમાં 72 ટકા નો વધારો, શું હજી પણ ભાવ વધશે? જાણી લો

ગોલ્ડ ETF માં 72% સુધીના ઉછાળા છતાં, નિષ્ણાતો માને છે કે આ તેજીનો પરપોટો નથી. નબળો ડોલર, કેન્દ્રીય બેંકોની ખરીદી અને વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા સોનાના ભાવને ટેકો આપી રહી છે.

| Updated on: Dec 15, 2025 | 6:23 PM
Share
ગોલ્ડ ETF માં અત્યાર સુધીમાં 72% સુધીનો ઉછાળો નોંધાયો છે, જેને કારણે રોકાણકારોમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું સોનાના ભાવમાં વધારો આગળ પણ ચાલુ રહેશે? નિષ્ણાતોના મતે, ગોલ્ડ ETFમાં જોવા મળતી તેજી સંપૂર્ણપણે પરપોટો નથી. નબળો અમેરિકી ડોલર, કેન્દ્રીય બેંકો દ્વારા સતત સોનાની ખરીદી અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ સોનાના ભાવને મજબૂત ટેકો આપી રહી છે.

1 / 8
આ વર્ષે સોનું અને ચાંદી સૌથી વધુ વળતર આપતી સંપત્તિ તરીકે સામે આવી છે. સ્ટોક અને ક્રિપ્ટો બજારની તુલનામાં બંને ધાતુઓએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. 2025માં સોનાના ભાવમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે રોકાણકારો ગોલ્ડ ETF તરફ આકર્ષાયા છે અને સતત સાતમા મહિને ETFમાં રોકાણનો પ્રવાહ જોવા મળ્યો છે.

2 / 8
AMFIના આંકડાઓ અનુસાર, નવેમ્બર મહિનામાં ગોલ્ડ ETFમાં ₹3,741 કરોડનું નેટ રોકાણ થયું હતું. આ વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગોલ્ડ ETFએ 72%થી વધુ વળતર આપ્યું છે, જેના કારણે રોકાણકારોનો રસ વધુ વધ્યો છે. જોકે, આ તેજી અતિશયોક્તિ તો નથી ને? એવો પ્રશ્ન ઘણા લોકો પૂછે છે.

3 / 8
મીડિયા અહેવાલ મુજબ, ચોઇસ વેલ્થના રિસર્ચ અને પ્રોડક્ટ વિભાગના વડા અક્ષત ગર્ગે જણાવ્યું હતું કે સોનામાં આવેલી તેજી પાછળ બજારનું અનુકૂળ વાતાવરણ મુખ્ય કારણ છે. વૈશ્વિક સ્તરે વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા અને સુરક્ષિત રોકાણ વિકલ્પોની શોધને કારણે રોકાણકારોએ ગોલ્ડ ETFમાં વધુ રોકાણ કર્યું છે, જેના પરિણામે સોનાના ભાવ સામાન્ય કરતાં ઝડપી વધ્યા છે.

4 / 8
અક્ષત ગર્ગે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સોનાની માંગ અને મજબૂત આધાર યથાવત છે. કેન્દ્રીય બેંકો સતત સોનું ખરીદી રહી છે અને અમેરિકી ડોલર નબળો રહેતા અન્ય દેશોના રોકાણકારો માટે સોનું સસ્તું બને છે. સાથે જ, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાઓને કારણે વ્યાજ વગરનું સોનું વધુ આકર્ષક બન્યું છે. તેથી, હાલની તેજી પરપોટો નહીં પરંતુ મજબૂત આધાર પર ટકેલી છે.

5 / 8
નિષ્ણાતોના મતે, ગોલ્ડ ETFમાં આગળ પણ ઉછાળાની શક્યતા છે, પરંતુ ગતિ થોડી ધીમી પડી શકે છે. સોનાના ભાવને ટેકો આપતા મુખ્ય પરિબળોમાં વ્યાજ દરમાં ઘટાડાના સંકેતો મહત્વપૂર્ણ છે. તાજેતરમાં યુએસ ફેડરલ રિઝર્વે ત્રીજી વખત 25 બેસિસ પોઈન્ટનો દર ઘટાડો કર્યો છે અને આવતા વર્ષે વધુ ઢીલી નાણાકીય નીતિની અપેક્ષા છે.

6 / 8
આ ઉપરાંત, ગોલ્ડ ETFમાં સતત રોકાણ સોનાના ભાવને ઊંચા સ્તરે રાખવામાં મદદ કરી શકે છે. ચોઇસ બ્રોકિંગના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ETFમાં થતી દરેક નવી ખરીદી પુરવઠો ઘટાડે છે અને ભાવ પર વધુ દબાણ ઊભું કરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, 2025માં અત્યાર સુધી ગોલ્ડ ETFમાં રોકાણ વધીને $378.7 મિલિયન થયું છે.

7 / 8
યુએસ ડોલરની નબળાઈ પણ સોનાની માંગ વધારતું એક મહત્વપૂર્ણ પરિબળ છે. તાજેતરમાં ડોલર બે મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો, જેના કારણે વિદેશી રોકાણકારો માટે સોનું વધુ આકર્ષક બન્યું છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી ડોલર નબળો રહેશે ત્યાં સુધી સોનાના ભાવને ટેકો મળતો રહેશે. આ સાથે, સોનું-ચાંદી ગુણોત્તર પણ તેના લાંબા ગાળાના સરેરાશની નજીક છે, જે બંને ધાતુઓમાં વધુ લાભની સંભાવના દર્શાવે છે. જો આ ગુણોત્તર પાછલા સ્તર તરફ ઘટે છે, તો બજારમાં અસ્થિરતા વધી શકે છે અને ચાંદી સોનાની તુલનામાં વધુ સારી કામગીરી કરી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

8 / 8
g clip-path="url(#clip0_868_265)">