ગુજરાતના આ ગામના દારુડિયાઓને ગ્રામ પંચાયતની એક પણ સુવિધા નહીં મળે, ગ્રામસભા યોજીને લેવાયો સામૂહિક નિર્ણય
જો હવે આ ગામમાં લોકો પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી અપાતી દરેક સુવિધા જેવી કે, પાણી, રેશન કાર્ડ, લાઇટ કનેક્શન, જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે દારુનું વેચાણ કે પીનારાને આપવામાં નહીં આવે. ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સલવત, સરકારી યોજનાઓના લાભ અને જરૂરી તમામ સુખ-સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે.
ગુજરાતની સ્થાપનાકાળથી રાજ્યમાં દારુબંધી અમલી છે. દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુને વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં લોકો દારુનુ સેવન પણ કરી રહ્યાં છે. દારુ એ એક દુષણ હોવાથી અનેક સ્તરે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના એક ગામમાં દારુબંધીના કડક અમલ માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામમાં ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો કે, જો કોઈ વ્યક્તિ ગામમાં દારુનુ વેચાણ કે સેવન કરતા જણાશે તો તેને પંચાયતસ્તરે મળતા લાભ છીનવી લેવામાં આવશે. પોલીસ કાર્યવાહી કરાશે.
બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂના દૂષણને નાથવા માટે કમર કસી છે. માલણ ગ્રામ પંચાયતે, દારુના વેચાણ અને સેવન કરવા સામે કડક નિર્ણયો લાગુ કર્યા છે. દારૂ પીતા કે વેચાણ કરતાં જો કોઈ માલણ ઝડપાય છે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં દારૂ સાથે સંકળાયેલને ગ્રામ પંચાયત દ્વારા અપાતી સુવિધા પણ નહીં અપાય. પાણીનું કનેક્શન કે અન્ય કોઈ સુવિધાઓ પણ બંધ કરવાનુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. દારુબંઘી અંગેના તમામ નિર્ણયો મલાણ ગામની ગ્રામસભા યોજીને તેમાં લેવાયા છે. અને આ નિર્ણયો અંગે લોકોને જાણ કરવામાં આવી હતી.
આજે ડાયરામાં પણ લોકો દારૂ પીવે છે. જો હવે લોકો પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી અપાતી દરેક સુવિધા જેવી કે, પાણી, રેશન કાર્ડ, લાઇટ કનેક્શન, જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે દારુનું વેચાણ કે પીનારાને આપવામાં નહીં આવે. ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સલવત, સરકારી યોજનાઓના લાભ અને જરૂરી તમામ સુખ-સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ ભારતના આ રાજ્યોમાં, દારૂ પીવો જ નહીં, પણ તેને રાખવો પણ ગુનો છે, તમે નહીં જાણતા હોવ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
