વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ જોખમમાં, અભિષેક શર્મા ધર્મશાળામાં ઇતિહાસ રચશે
ભારતીય ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચ રવિવારના રોજ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં યુવા બેટ્સમેન અભિષેક શર્મા પાસે આજે ઈતિહાસ રચવાની તક છે. તે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકે છે.

અભિષેક શર્મા ટી20 ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધારે રન બનાવવાનો વિરાટ કોહલીના રેકોર્ડથી માત્ર 87 રન દુર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે રમાનારી ટી20 સીરિઝની મેચમાં તે ઈતિહાસ રચી શકે છે.

અભિષેક શર્મા ટી20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધારે રન બનાવનાર વિરાટ કોહલીના રેકોર્ડને તોડી શકે છે. કોહલીએ આ કીર્તિમાન 2016માં બનાવ્યો હતો. તેમણે 31 મેચમાં 1,614 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના નામે 4 સદી અને 14 અડધી સદી છે.

હવે અભિષેક શર્મા આ રેકોર્ડને પાર કરવા માટે માત્ર 87 રન દુર છે. આ વર્ષે અભિષેક શર્માએ 39 ટી20 મેચમાં 1,533 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 9 અડધી સદી સામેલ છે.

આજે રવિવારના રોજ ધર્મશાળામાં રમાનારી મેચમાં આ રેકોર્ડ પર અભિષેક શર્માની નજર રહેશે. હાલમાં આ 5 મેચની સીરિઝ 1-1થી બરાબરી પર ચાલી રહી છે.આજે પણ અભિષેક શર્માની નજર ટીમને જીતાડવા પર રહેશે.

તમને જણાવી દઈએ કે,ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટી20 ઈન્ટરનેશનલ સીરિઝમાં અભિષેક શર્માનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી. કટકમાં રમાયેલી પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તે સસ્તામાં આઉટ થયો હતો. 12 બોલમાં 17 રનની ઈનિગ્સ રમી હતી.

ચંદીગઢમાં રમાયેલી બીજી ટી20 મેચમાં અભિષેક શર્માં 8 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. બંન્ને મેચમાં અભિષેક શર્માની શરુઆત સારી રહી પરંતુ તે મોટી ઈનિગ્સ રમી શક્યો નહી.
આ ખેલાડી રનનો નહિ પરંતુ મેદાન પર સિક્સ ફટકારવાનો વરસાદ કરી રહ્યો છે. અહી ક્લિક કરો
