Dog Training : તમારી બધી વાત માનશે તમારો Pet Dog, આ મેથડ અપનાવો
શ્વાનને લેઝી કે જિદ્દી બનતો અટકાવવા માનસિક ઉત્તેજના અને એવોર્ડ આધારિત તાલીમ અત્યંત મહત્વપૂર્ણ છે. આનાથી શ્વાન શાંત, ખુશ અને આજ્ઞાકારી બને છે.

શ્વાન પણ માણસોની જેમ કંટાળી જાય છે, તેથી તેમને ખુશ અને એક્ટિવ રાખવા માટે માનસિક ઉત્તેજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે શ્વાનનું મન વ્યસ્ત હોય છે, ત્યારે તે શાંત, ખુશ અને વધુ આજ્ઞાકારી બને છે. આ જ કારણ છે કે તાલીમ ફક્ત શિસ્ત માટે જ નહીં પરંતુ શ્વાનની ખુશી માટે પણ મહત્વપૂર્ણ છે.

માનસિક એક્ટિવનેસ આપવાનો શ્રેષ્ઠ માર્ગ એવોર્ડ મેથડ ટ્રેનિંગ છે. આ તાલીમમાં શ્વાનને sit, stay અને Come જેવા ઓર્ડર શીખવવા જોઈએ. આ શીખવાનું તેમના માટે એન્ટરટેનમેન્ટ જેવુ છે અને શ્વાનને તમારા ઓર્ડર વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.

મોટાભાગના શ્વાનને તાલીમ દરમિયાન તમારું એટ્રેકશન ગમે છે. આ સેશન તમારા અને તમારા શ્વાન વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે. જ્યારે તમે પ્રેમ અને ધીરજથી તાલીમ આપો છો, ત્યારે શ્વાન આપમેળે શીખવામાં રસ બતાવશે.

હંમેશા પોઝિટીવી ટ્રીટનો ઉપયોગ કરો અને સજા આપવાનું ટાળો. યોગ્ય વર્તન માટે શ્વાનને ટ્રીટ આપવાથી શ્વાન માટે તાલીમનો અનુભવ આનંદપ્રદ બને છે. આ શ્વાનનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તેને યોગ્ય વર્તનનું પુનરાવર્તન કરવા માટે પ્રેરિત કરે છે.

શ્વાન માટે દિવસમાં બે વાર 10 થી 20 મિનિટની તાલીમ સામાન્ય રીતે પૂરતી હોય છે. હંમેશા દરેક સેશનને પોઝિટિવ ટર્મ પર સમાપ્ત કરવા જોઈએ. ઓર્ડર પૂર્ણ કરવા બદલ ડોગને નાનો રિવૉર્ડ, પ્રશંસા અથવા પ્રેમ આપો. એવો પુરસ્કાર પસંદ કરો જે તમારા શ્વાનને સૌથી વધુ આનંદ આપે.
ખતરનાક પણ વફાદાર, શક્તિશાળી Dog ના લિસ્ટમાં આવતી આ બ્રીડ વિશે તમે જાણો છો?
