AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : વર્ષ 2026 માં IT સેક્ટરના શેર તમારી કિસ્મત ચમકાવી શકે છે, પોર્ટફોલિયોમાં આ 5 સ્ટોક હશે; તો તમારો ‘ભયોભયો’

વર્ષ 2022 થી 2025 માં IT સેક્ટરના સ્ટોક્સનું પ્રદર્શન એકંદરે સારું રહ્યું પણ વધારે ગ્રોથ ના જોવા મળી. એવામાં ભારતીય IT સેક્ટર વર્ષ 2026 માં રિકવરી માટે તૈયાર છે.

| Updated on: Dec 14, 2025 | 1:28 PM
Share
વર્ષ 2026 માં AI સર્વિસ દ્વારા IT સેક્ટરને ટેકો મળવાની અપેક્ષા છે, જે એક ગ્રોથ એન્જિન તરીકે ઉભરી શકે છે. બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝે રોકાણકારો માટે 5 IT શેર પસંદ કર્યા છે, જે આગામી 12 મહિનામાં મજબૂત રિટર્ન આપી શકે છે.

1 / 6
HDFC સિક્યોરિટીઝ દ્વારા IT કંપની 'Tech Mahindra' પર એક વર્ષના આઉટલુક સાથે ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. આગામી 12 મહિના માટે આ શેરની ટાર્ગેટ પ્રાઇઝ ₹1,800 છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં શેર ₹1,578.00 પર બંધ થયો હતો. આમાં 15% સુધીનો વધારો જોવા મળી શકે છે. શેરનો 52 અઠવાડિયાનો હાઇ (High) ₹1,807.40 છે અને લો (Low) ₹1,209.70 છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેર 8% જેટલો ઘટ્યો છે.

2 / 6
આ સિવાય BSE 200 માં સમાવિષ્ટ IT કંપની 'Mphasis' પર પણ બાય રેટિંગ આપવામાં આવ્યું છે અને આગામી 12 મહિના માટે ₹3,460 ની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. ગયા ટ્રેડિંગ સત્રમાં આ શેર ₹2,913.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેરમાં 19% થી વધુના ઉછાળાની સંભાવના છે. આનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹3,239.55 છે અને નીચો ભાવ ₹2,025.05 છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 9% વધ્યો છે. જો કે, છેલ્લા એક વર્ષમાં આ જ સ્ટોકમાં 9% જેટલો ઘટાડો થયો છે.

3 / 6
વધુમાં BSE 100 પર લિસ્ટેડ IT કંપની 'LTIMindtree' પર HDFC સિક્યોરિટીઝે 'બુલિશ રેટિંગ' આપ્યું છે. આ શેરની ટાર્ગેટ પ્રાઇઝ પ્રતિ શેર ₹7,500 છે. આ શેર છેલ્લે ₹6,284.00 પર બંધ થયો હતો. ભવિષ્યમાં આ શેરમાં 19% થી વધુનો વધારો જોવા મળી શકે છે. છેલ્લા 3 મહિનામાં IT શેરમાં 17.56% અને આ વર્ષે અત્યાર સુધીમાં 10% થી વધુનો વધારો થયો છે. આનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹6,764.80 છે અને નીચો ભાવ ₹3,841.05 છે.

4 / 6
BSE 500 પર લિસ્ટેડ આઈટી કંપની 'Birlasoft' પણ ચર્ચામાં છે, આ સ્ટોકને લઈને HDFC સિક્યોરિટીઝે ખરીદીની ભલામણ કરી છે. આગામી 12 મહિના માટે આ IT સ્ટોક માટે ₹520.00 ની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવેલ છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં આ સ્ટોક ₹430.00 પર બંધ થયો હતો. આ સ્ટોકમાં 21% થી વધુનો વધારો જોવા મળી શકે છે. 12 ડિસેમ્બર, 2024 ના રોજ આ સ્ટોક ₹624.10 ની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા 2 અઠવાડિયામાં આ IT સ્ટોક 13% થી વધુ વધ્યો છે પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 23% થી વધુ ઘટ્યો છે.

5 / 6
BSE 200 પર લિસ્ટેડ ટાટા ગ્રુપની IT કંપની 'Tata Elxsi' એ આ વર્ષે અત્યાર સુધીમાં 26% અને ગયા વર્ષે 32% જેટલું કરેક્શન કર્યું છે. બ્રોકરેજ કંપનીએ આગામી 12 મહિનામાં શેર માટે ₹6,400.00 ની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરેલ છે. ગયા ટ્રેડિંગ સત્રમાં શેર ₹5,030.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેરમાં 28% થી વધુનો વધારો શક્ય છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">