ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ, જાણો તમારા શહેરમાં કેટલા ડિગ્રીએ અટકશે ઠંડીનો પારો
ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જામી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. જેના કારણે શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે રવિવારના રોજ ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. ગુજરાતમાં જ્યાં સૌથી વધુ ઠંડી નોંધાય છે તે નલિયામાં આજે ઠંડીનો પારો 11.4 ડિગ્રીએ અટક્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજે રવિવારના રોજ નલિયામાં સૌથી વઘુ ઠંડી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 14.9 ડિગ્રીએ અટક્યો છે, તો વડોદરામાં 12.4 ડિગ્રીએ ઠંડીનો પારો રહ્યો હતો. ભાવનગરમાં 14.6 ડિગ્રી, ભૂજમાં 14.3 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 12.6 ડિગ્રી, સુરતમાં 15.1 ડિગ્રી, પોરબંદરમાં 13.4 ડિગ્રી, દ્વારકામાં 17.9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જામી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. જેના કારણે શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને સૂર્યનારાયણના દર્શન થશે. જેના કારણે દિવસ દરમિયાન વાતાવરણ હુંફાળુ રહેશે. ભેજનું પ્રમાણ મોટાભાગના શહેરોમાં 32 થી 53 ટકાની વચ્ચે નોંધાવાની શક્યતા છે. અમદાવાદમાં ન્યુનતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ 30 ડિગ્રી રહેવાનો અંદાજ છે, જ્યારે રાજકોટમાં ન્યુનતમ 16 અને મહત્તમ 33 ડિગ્રી નોંધાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં ન્યુનતમ 16 ડિગ્રી અને મહત્તમ 33 ડિગ્રી તાપમાન સાથે 33 ટકા ભેજ જોવા મળશે. જુનાગઢમાં ન્યુનતમ 16 ડિગ્રી અને મહત્તમ 33 ડિગ્રી તાપમાન રહેશે, જેમાં ભેજનું પ્રમાણ 38 ટકા રહેશે. પોરબંદરમાં ન્યુનતમ 18 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી તાપમાનની સાથે 43 ટકા ભેજ નોંધાશે. દેવભૂમિ દ્વારકામાં ન્યુનતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી રહેશે, જેમાં ભેજનું પ્રમાણ 46 ટકા રહેશે. ભાવનગરમાં ન્યુનતમ 16 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી તાપમાન રહેશે, જેનું ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાશે. કચ્છમાં ન્યુનતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ 28 ડિગ્રી રહેશે, જેમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ 53 ટકા જોવા મળશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
