લખીમપુરમાં (Lakhimpur) પીલીભીત બસ્તી હાઈવે પર કોતવાલી સદર વિસ્તારમાં રવિવારે મોડી સાંજે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માત વિધાયક (ધારાસભ્ય) લખેલી સ્કોર્પિયો કાર (Scorpio car) દ્વારા થયો હતો, જેમાં બાઇક પર સવાર બે લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરીને કાર કબજે કરી લીધી છે. પીલીભીત બસ્તી રોડ પર વિધાયક (MLA) લખેલી સ્કોર્પિયોએ બે બાઇક સવારોને કચડી નાખ્યા. અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ અકાળે મોત નિપજ્યા હતા.
અકસ્માતને પગલે વાહન ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અકસ્માતને પગલે એકત્ર થયેલા ટોળાએ વાહન ચાલકની ઘટનાસ્થળેથી ભાગી છુટવાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. અકસ્માતને જોતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
કહેવાય છે કે લખમીપુર ખીરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિરાતપુર ગામમાં રહેતા રવિ અને વિક્રમ રવિવારે સાંજે કોઈ કામ માટે બાઇક પર રામાપુર આવ્યા હતા. મોડી સાંજે પીલીભીત બસ્તી રોડ પર સદર કોતવાલી વિસ્તારના પાંગી ખુર્દ ગામ પાસે બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારે તેઓને કચડી માર્યા હતા. અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.
અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન મુકીને સ્થળ પરથી નાસી ગયો હતો. કાર પર વિધાયક (MLA) લખેલું છે. અકસ્માતને જોતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ રામાપુર ચોકીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કાર સદરના ધારાસભ્યની જણાવવામાં આવી રહી છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ