
ઉત્તર પ્રદેશના ચર્ચિત નીલા ડ્રમ હત્યાકાંડમાં આજે 14 ઓક્ટોબર 2026ના રોજ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. લગભગ 13 મહિના સુધી ચાલેલી સુનાવણી, 127 કરતા વધુ તારીખો અને 22થી વધુ સાક્ષીઓના નિવેદન પછી મોટો ચુકાદો સામે આવ્યો છે. કોર્ટે બંને આરોપીઓ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને ફાંસીની સજા સંભળાવી છે.
મર્ચન્ટ નેવીના પૂર્વ કર્મચારી સૌરભ રાજપૂતની હત્યાના મામલામાં તેમની પત્ની મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને અદાલત પહેલેથી જ દોષિત કરાર આપી ચૂકી હતી. જો કે, હવે બંને માટે અલાદતે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.
સજા સંભળાવતા પહેલા 14 ઓક્ટોબર 2026ના રોજ બુધવારે સવારે અલાદતે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બંને દોષીઓ પાસેથી સવાલો કર્યા. જજે તેમની પાસે પૂછ્યું કે, શું તેઓ કંઈક કહેવા માગે છે? આના પર બંનેએ કંઈપણ બોલવાનો ઇનકાર કરી દીધો.
માર્ચ 2025માં મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં તેમની પત્ની મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને આરોપી બનાવવામાં આવ્યા. આક્ષેપ હતો કે, હત્યા પછી લાશના ટુકડા કરવામાં આવ્યા અને તેમને બ્લૂ ડ્રમમાં મૂકીને સિમેન્ટથી બંધ કરી દેવામાં આવ્યા. મામલાની તપાસ અને લાંબી સુનાવણી પછી અદાલતે 30 સપ્ટેમ્બર 2026ના રોજ મુસ્કાન અને સાહિલને દોષિત કરાર કર્યા હતા.
સજા સંભળાવતા પહેલા સૌરભના પરિવારે જણાવ્યું હતું કે, દેશભરમાં પત્નીઓ દ્વારા તેમના પ્રેમીઓ સાથે મળીને પતિની હત્યા કરવાના બનાવો રોજબરોજ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા સમાજને એક મજબૂત સંદેશ આપશે તેમજ ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરશે. પરિવારનું કહેવું છે કે, તેમનો પુત્ર ક્યારેય પાછો નહીં આવે પરંતુ તેની આત્માને સાચી શાંતિ ત્યારે જ મળશે, જ્યારે હત્યારાઓને ફાંસી આપવામાં આવશે.
Published On - 4:35 pm, Wed, 14 October 26