AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દેશભરમાં FSSAI ની મોટી કાર્યવાહી… 3,280 ટન દૂધ-મીઠાઈ અને પનીર જપ્ત, 1,133 લાઈસન્સ સસ્પેન્ડ

તહેવારોની સિઝનમાં ખાવા-પીવાની ચીજોમાં થતી ભેળસેળ સામે FSSAI એ દેશભરમાં મોટી કાર્યવાહી કરી છે. આ અભિયાન દરમિયાન હજારો ટન નકલી અને અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે, જે તમારા સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરી રહ્યા હતા.

Breaking News: દેશભરમાં FSSAI ની મોટી કાર્યવાહી... 3,280 ટન દૂધ-મીઠાઈ અને પનીર જપ્ત, 1,133 લાઈસન્સ સસ્પેન્ડ
| Updated on: Nov 08, 2026 | 9:20 PM
Share

તહેવારોના સિઝનમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે FSSAI એ દેશભરમાં મોટી કાર્યવાહી કરી છે. આ અભિયાનમાં દૂધ, પનીર, ઘી અને મીઠાઈઓ સહિત આશરે 3,280 ટન ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. તેમની કિંમત આશરે 81.80 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે હજારો નોટિસ જારી કરવામાં આવી છે. કાર્યવાહીના આ આંકડાઓથી દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળની સમસ્યાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

56 હજારથી વધુ દુકાનો અને પ્રતિષ્ઠાનોની તપાસ

FSSAI એ તહેવારો દરમિયાન ભેળસેળ પર રોક લગાવવા માટે 1 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર 2026 સુધી દેશવ્યાપી નિરીક્ષણ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન દેશભરમાં કુલ 56,431 ખાદ્ય પ્રતિષ્ઠાનોની તપાસ કરવામાં આવી. તેમાં અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય વેપારીઓને જોડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન અધિકારીઓને ઘણી જગ્યાએ ખાદ્ય સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન જોવા મળ્યું. ત્યારબાદ ખાદ્ય વેપારીઓને સુધારા માટે 10,047 નોટિસ જારી કરવામાં આવી. આ નોટિસો દ્વારા વેપારીઓને પોતાની વ્યવસ્થામાં સુધારો કરવા અને નિર્ધારિત નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા.

1,133 લાઈસન્સ સસ્પેન્ડ, 52 રદ

FSSAI ની કાર્યવાહી માત્ર નોટિસ જારી કરવા સુધી મર્યાદિત ન રહી. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા વેપારીઓ પર સખત પગલાં પણ લેવામાં આવ્યા. અભિયાન દરમિયાન 1,133 ખાદ્ય વેપારીઓના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, જ્યારે 52 લાઈસન્સ રદ કરવામાં આવ્યા. આ ઉપરાંત 314 પ્રતિષ્ઠાનોને સીલ પણ કરવામાં આવ્યા.

43 હજારથી વધુ ખાદ્ય સેમ્પલ લેવામાં આવ્યા

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા માટે અધિકારીઓએ કુલ 43,939 સેમ્પલ એકત્રિત કર્યા. તેમાંથી 23,648 સેમ્પલની તપાસ પૂરી કરવામાં આવી. તપાસમાં 2,273 સેમ્પલ નિર્ધારિત ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબના નહોતા મળ્યા. આ કેસોમાં કાર્યવાહી કરતા 410 પ્રોસિક્યુશન કેસ પણ શરૂ કરવામાં આવ્યા.

પનીરથી લઈને મીઠાઈઓ સુધી પર નજર

આ અભિયાનમાં પનીર, દૂધ, ઘી, માવો, તેલ, બેકરી ઉત્પાદનો, ચોકલેટ, આઈસ્ક્રીમ, નમકીન અને પેકેજ્ડ ફૂડની તપાસ કરવામાં આવી. અધિકારીઓએ પ્રતિબંધિત અને ધોરણો મુજબના નહોતા મળેલા ઉત્પાદનોને જપ્ત કર્યા. FSSAI નું કહેવું છે કે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે રાજ્યોના ખાદ્ય સુરક્ષા વિભાગો સાથે મળીને દેખરેખ જારી રાખવામાં આવશે. તહેવારો દરમિયાન મીઠાઈઓ અને બીજી ખાવા-પીવાની ચીજોની માંગ વધી જાય છે. આવા સમયમાં ભેળસેળ પર રોક લગાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

નવી શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ ! શાળાઓનાં નામ બદલાયાં, પણ બાળકોના શિક્ષણમાં કેટલો સુધારો થયો?

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">