AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ખતરનાક AQI વચ્ચે શું કરવું અને શું ન કરવું? તબિયત સાચવવા રાખો ‘આટલું ધ્યાન’

દિવાળી બાદ અમદાવાદની અને દિલ્હીની વાયુ ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે ગાઢ ધુમ્મસ તેમજ પ્રદૂષણથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એવામાં આ ખતરનાક AQI સ્વાસ્થ્ય પર કેવી રીતે ગંભીર પ્રભાવ પાડે છે અને પ્રદૂષણથી બચવા માટે કઈ મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જરૂરી છે?

અમદાવાદમાં ખતરનાક AQI વચ્ચે શું કરવું અને શું ન કરવું? તબિયત સાચવવા રાખો 'આટલું ધ્યાન'
| Updated on: Nov 09, 2026 | 1:53 PM
Share

દિવાળી પછી દિલ્હીની અને અમદાવાદની વાયુ ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે. દિલ્હીમાં તો અનેક વિસ્તારોમાં ગાઢ ધુમાડો અને ધુમ્મસ છવાયેલા રહ્યા. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, આજે સવારે સાત વાગ્યે દિલ્હીનો વાયુ ગુણવત્તા સૂચકાંક-એક્યુઆઈ (AQI) 368 દર્શાવવામાં આવ્યો, જે અત્યંત ખરાબ શ્રેણીમાં છે.

આ સિવાય અમદાવાદમાં પણ AQI 600ને પાર પહોંચી ગયો હતો. દિવાળીની ખુશીઓ વચ્ચે પ્રદૂષણનો આ ‘ઘા’ હવે અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે. ખરાબ AQIના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સવાલ એ છે કે, આખરે ખતરનાક AQI વચ્ચે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે?

ખતરનાક AQI ની તબિયત પર અસર

ખરાબ વાયુ ગુણવત્તા (AQI) ની સીધી અસર આપણા શ્વસન તંત્ર અને ફેફસાં પર પડે છે. હવામાં હાજર PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ પ્રદૂષકો શ્વાસ દ્વારા ફેફસાંની અંદર પહોંચી શકે છે અને સોજા, શ્વાસ લેવામાં તકલીફ તથા અન્ય શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી અસ્થમા, સીઓપીડી (COPD) અને ફેફસાંની અન્ય બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.

શું-શું સાવચેતી રાખવી જોઈએ?

  1. ડૉક્ટરના મતે ખતરનાક AQI દરમિયાન સૌથી જરૂરી સાવચેતી એ છે કે, લોકો અનાવશ્યક રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને સવારે અને સાંજના સમયે, જ્યારે પ્રદૂષણનું લેવલ વધુ હોઈ શકે છે.
  2. મોર્નિંગ વૉક, જૉગિંગ, સાયકલિંગ અને આઉટડોર એક્સરસાઇઝથી બચવું જોઈએ.
  3. જો બહાર જવું જરૂરી હોય, તો સારી ફિટિંગવાળો N95 અથવા N99 માસ્ક પહેરો. સામાન્ય કપડા કે સર્જિકલ માસ્ક સૂક્ષ્મ પ્રદૂષકોથી પૂરતી સુરક્ષા નથી આપતા.
  4. ઘરની અંદર પણ વાયુ પ્રદૂષણથી બચાવ જરૂરી છે. બારીઓ અને દરવાજા બંધ રાખો, વિશેષ રૂપે ત્યારે જ્યારે બહારનો AQI ખૂબ ખરાબ હોય.
  5. ઘરમાં HEPA ફિલ્ટરવાળા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકાય છે. ધૂળ સાફ કરવા માટે સૂકા સાવરણાની જગ્યાએ ભીના કપડા કે પોછાનો ઉપયોગ કરો. અગરબત્તી, ધૂપ, મોમબત્તી અને અન્ય ધુમાડો પેદા કરતી ચીજોથી પણ પરહેજ કરો.
  6. બાળકો, વડીલો, સગર્ભા સ્ત્રીઓ અને અસ્થમા કે હૃદય સંબંધી બીમારીઓથી પીડિત લોકોએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ.
  7. પૂરતું પાણી પીઓ અને સંતુલિત આહાર લો. જો કે, પાણી પીવું કે કોઈ વિશેષ ખાદ્ય પદાર્થ ખાવાથી પ્રદૂષણનો પ્રભાવ ખતમ થઈ જતો નથી.
  8. જો શ્વાસ ફૂલવો, છાતીમાં જકડાઈ જવું, સતત ખાંસી, શ્વાસ રૂંધાવાથી અવાજ આવવો અથવા આંખમાં તીવ્ર બળતરા જેવા લક્ષણો દેખાય, તો તેને નજરઅંદાજ ન કરો અને તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
Disclaimer: આરોગ્ય સંબંધી સામાન્ય માહિતી અને જાગૃતિ માટે જ છે. આ કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ (Medical Advice), રોગનિદાન (Diagnosis) કે ઉપચારનો વિકલ્પ નથી. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા, શ્વાસની તકલીફ અથવા લક્ષણો જણાય ત્યારે તરત જ તમારા ફેમિલી ડૉક્ટર અથવા નિષ્ણાત તબીબની સલાહ લેવી.

Breaking News : દિવાળીની રાત્રે ફટાકડાં ફૂટયા બાદ AQI 600ને પાર પહોંચ્યો, જુઓ Video

Follow Us
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !
જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
g clip-path="url(#clip0_868_265)">