AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈમાં ફટાકડાના કારણે આગની બે મોટી ઘટનાઓ, થાણેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રના થાણે અને નવી મુંબઈમાં ફટાકડાના કારણે આગ લાગવાની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. થાણેની રાહીજા ગાર્ડન સોસાયટીના ત્રણ માળ આગની લપેટમાં આવ્યા હતા, જ્યાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે નવી મુંબઈના તુર્ભેમાં રોકેટ દુકાનમાં પ્રવેશતાં સોફા બનાવવાની દુકાનમાં આગ લાગી હોવાની આશંકા છે.

Breaking News : મુંબઈમાં ફટાકડાના કારણે આગની બે મોટી ઘટનાઓ, થાણેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા
Thane Navi Mumbai Fire Incidents By FirecrackersImage Credit source: X
| Updated on: Nov 08, 2026 | 11:56 PM
Share

મહારાષ્ટ્રમાં ફટાકડાના કારણે આગ લાગવાની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. થાણે અને નવી મુંબઈમાં બનેલી આ ઘટનાઓને પગલે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા

થાણેના રાહીજા ગાર્ડન સોસાયટીમાં 8મા, 9મા અને 10મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા રાહીજા ગાર્ડન સોસાયટી ખાતે પહોંચ્યા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ રહેવાસીઓને વીડિયો કૉલ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ સુરક્ષિત રીતે બિલ્ડિંગની અગાસી (ટેરેસ) પર પહોંચી જાય.

ફટાકડાનું રોકેટ દુકાનમાં પ્રવેશતાં આગ લાગી

બીજી તરફ, નવી મુંબઈના તુર્ભે સેક્ટર-21માં આવેલા એક શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી સોફા બનાવવાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક આશંકા મુજબ, ફટાકડાનું રોકેટ દુકાનમાં પ્રવેશતાં આગ લાગી હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બંને ઘટનાઓને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો, Breaking News: દેશભરમાં FSSAI ની મોટી કાર્યવાહી… 3,280 ટન દૂધ-મીઠાઈ અને પનીર જપ્ત, 1,133 લાઈસન્સ સસ્પેન્ડ

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">