AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ અને રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર પહોંચ્યો, સ્થિતિ હજુ વધુ કથળે તેવી ભીતિ

અમદાવાદ અને રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર પહોંચ્યો, સ્થિતિ હજુ વધુ કથળે તેવી ભીતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2026 | 11:20 PM
Share

રાજ્યના મહાનગરો અમદાવાદ અને રાજકોટની હવા દિવાળીની ઉજવણી પહેલા જ ચિંતાજનક સ્તરે ઝેરીલી બની છે. ફટાકડાના ધુમાડા અને અન્ય વાયુ પ્રદુષણના કારણે હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે ઘટી છે. જેના પરિણામે હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 200 ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદમાં દિવાળી સમયે શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 200ના ગંભીર સ્તરને પાર કરી ગયો છે. શહેરનો સરેરાશ AQI 176 નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. ખાસ કરીને સોલા જેવા વિસ્તારોમાં તો AQI 220 સુધી પહોંચી ગયો હતો, જે અત્યંત ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. હજુ આ પરિસ્થિતિ વધુ કથળે તેવી પણ આશંકા છે. કારણ કે આ આંકડા દિવાળીની આતિશબાજી પહેલાના છે. દિવાળીની રાત્રે લોકો જે ફટાકડા ફોડશે તેનાથી હવાનું પ્રદૂષણ વધુ ખતરનાક સ્તરે પહોંચે તેવી પુરી શક્યતા છે.

હવાનું આ પ્રકારનું પ્રદૂષણ નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને શ્વસનતંત્ર વધુ સંવેદનશીલ હોય છે. ડોકટરો દ્વારા આ પરિસ્થિતિમાં વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, પ્રદૂષિત હવાના સીધા સંપર્કથી બચવા અને બહાર નીકળતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. શક્ય હોય તો પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોય તેવી જગ્યાઓએ જવાનું સૂચન પણ કરાયું છે, જેથી ધુમાડા અને હાનિકારક કણો શ્વાસમાં જવાનું પ્રમાણ ઘટાડી શકાય. ફટાકડાનો આનંદ ક્ષણિક હોય છે, પરંતુ તેનાથી થતું પ્રદૂષણ લાંબા સમય સુધી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજકોટ શહેર પણ વાયુ પ્રદૂષણની ગંભીર ઝપેટમાં આવ્યું છે. રાજકોટમાં પ્રદૂષણનું સ્તર એટલું ચિંતાજનક બની ગયું છે કે, એક વર્ષના અભ્યાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ અભ્યાસ દર્શાવે છે કે રાજકોટની 18 લાખની વસ્તી પર આરોગ્યના જોખમનો ખતરો તોળાઈ રહ્યો છે. રિસર્ચ અનુસાર, રાજકોટની હવામાં પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોમાં રોડ સાઈડની ધૂળનું પ્રમાણ 45% છે, બાંધકામ સાઈટમાંથી નીકળતી ધૂળ (ડસ્ટ) 24% ફાળો આપે છે, અને સૌથી વધુ ચિંતાજનક રીતે વાહન વ્યવહાર દ્વારા નીકળતી ઝેરી હવાનો ફાળો 19% છે.

દિવાળી પર્વે જગવિખ્યાત જામનગરી મુખવાસની વધી માગ, 150 થી વધુ વેરાયટીના મુખવાસે જમાવ્યુ આકર્ષણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">