AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના વિદ્યાર્થીઓ માટે જોધપુરમાં તૈયાર કરાયેલા અદ્યતન નોલેજ હબનું ગૃહમંત્રી અમિત શાહે કર્યુ લોકાર્પણ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2026 | 1:26 PM
Share

અમદાવાદના સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવેલા વિદ્યાર્થીઓને હવે અદ્યતન સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ પુરુ પાડતુ નોલેજ હબ મળવા જઈ રહ્યુ છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ નોલેજ હબ ઉત્તમ સ્થળ બની રહેશે. દેશના ગહમંત્રી અમિત શાહે જોધપુર વોર્ડમાં તૈયાર કરવામાં આવેલા નોલેજ હબનું લોકાર્પણ કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુક્યુ છે.

અમદાવાદના વિદ્યાર્થીઓને મળ્યુ નવુ અદ્યતન નોલેજ હબ. અહી વિદ્યાર્થીઓને મળશે અદ્યતન સુવિધા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ નોલેજ હબ એક ઉત્તમ સુવિધા અને આદર્શ વાતાવરણ પુરુ પાડશે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે અમદાવાદના જોધપુર વિસ્તારમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું આજે લોકાર્પણ કર્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹15.90 કરોડના ખર્ચે આ નોલેજ હબને તૈયાર કરવામાં આવ્યુ છે.

આ નોલેજ હબના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, મ્યુ.કો.ના કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નોલેજ હબનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન કરવા અને પરીક્ષાની તૈયારી કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડશે. જેના દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સંસાધનો અને સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ બનશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ સેન્ટર એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

Diwali 2026: માતા લક્ષ્મીજીનો એ શ્રાપ, જેના કારણે આજે પણ ધરતી પર દુ:ખ ભોગવી રહ્યા છે ભણેલ-ગણેલ વિદ્વાનો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">