Breaking News : ત્રીજી ODI પર વરસાદનું સંકટ, જાણો કેવું રહેશે હેમિલ્ટનનું હવામાન
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સીરિઝ વરસાદથી ભારે પ્રભાવિત થઈ છે, ત્રીજી વનડેમાં પણ વરસાદની શક્યતા છે. પરંતુ શું મેચ બિલકુલ નહીં રમાઈ, કે પછી કોઈ એક્શન જોવા મળશે? જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝ હજુ સુધી શાનદાર રહી નથી. ટીમ ઈન્ડિયાએ પોતાની શાનદાર બોલિંગની મદદથી બંને મેચ જીતી સીરિઝ 2-0થી લીડ મેળવી છે પરંતુ ન્યુઝીલેન્ડના હવામાને મજા બગાડી છે.

ઓકલેન્ડ અને વેલિગ્ટનમાં રમાયેલી બંને મેચમાં એક્શન જોવા મળ્યું નથી. હવે નજર ત્રીજી ઓડીઆઈ પર છે. જે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાશે. પરંતુ હવામાનનું અનુમાન જે રીતે સામે આવ્યું છે. તેનો સારો સંકેત નથી.

મંગળવાર 10 નવેમ્બરના રોજ હેમિલ્ટનના સેડન પાર્કમાં ભારત-ન્યુઝીલેન્ડ સીરિઝની ત્રીજી મેચ રમાશે. આ મેદાન પર બંને ટીમ વચ્ચે ટી20 સીરિઝની મેચ પણ થઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ ત્રીજી ઓડીઆઈમાં સતર્ક થઈ મેદાનમાં ઉતરશે. પરંતુ શું ત્રીજી મેચ રમાશે? આ સવાલ પણ ઉઠી રહ્યો છે. કારણ કે, હેમિલ્ટનમાં દિવસમાં ભારે વરસાદની શક્યતા છે.

AccuWeather મુજબ, હેમિલ્ટનમાં મંગળવાર, 10 સપ્ટેમ્બર સવારે ભારે વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ, વરસાદ સવારે 4 વાગ્યાથી શરૂ થશે, જેમાં 70% વરસાદની શક્યતા છે. જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ વરસાદની શક્યતા 80% થી વધુ થવાનો અંદાજ છે. આ વરસાદ ઓછામાં ઓછા 7 વાગ્યા સુધી ચાલુ રહી શકે છે, અને રાત્રે 9 વાગ્યા પછી વરસાદની આગાહી છે.

ન્યૂઝીલેન્ડમાં મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે, અને આ સમયે ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદ આખી રાત ચાલુ રહેવાની સંભાવના છે. જો આ આગાહી સાચી સાબિત થાય, તો મેચ શરૂ પણ નહીં થાય, રમવાની તો વાત જ છોડી દો. ટોસ પણ અશક્ય લાગે છે.

હવે, જો હવામાનમાં અચાનક ફેરફાર થાય છે, તો ચાહકોને થોડી રાહત મળી શકે છે. જો મેચ નહીં થાય, તો ટીમ ઈન્ડિયા 2-0થી આગળ રહેશે, અને સીરિઝ ગુમાવવાની શક્યતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે.(ALL Photo: Canva)
Breaking News : ભારતીય ટીમમાં ફેરફાર, પાટીદાર બહાર થયો, રિંકુને મોટી જવાબદારી સોંપવામાં આવી અહી ક્લિક કરો
