દિવાળી પર્વે ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ફિલ્મ ‘રામાયણ’ જોવા પહોંચ્યા, થિયેટરમાં શાહ સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી- Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હંમેશા પરિવાર સાથે તહેવારની ઉજવણી ગુજરાતમાં કરતા જોવા મળે છે. દિવાળી પર્વે પણ તેઓ ગુજરાતમાં છે અને પરિવાર સાથે તહેવારની મજા માણી રહ્યા છે. આ દરમિયાન સવારના સમયે લોકાર્પણ, ખાતમુહૂર્તના કાર્યક્રમો આટોપી અમિત શાહ પરિવાર સાથે ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યા હતા. જ્યાં લોકોએ અમિત શાહને જોતા જ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.
અમિત શાહ પરિવાર સાથે ગોતા વિસ્તારમાં આવેલા થિયેટરમાં ફિલ્મ ‘રામાયણ’ નિહાળવા પહોંચ્યા હતા. અહીં તેમણે સામાન્ય નાગરિકોની જેમ પરિવાર સાથે બેસીને ફિલ્મ જોઈ હતી. આ તકે થિયેટરમાં પણ મોટાભાઈ-મોટાભાઈની ચિચિયારીઓ પડતી જોવા મળી હતી અને અમિત શાહ પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. બીજી તરફ, અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને થિયેટર અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી હાલ ગુજરાતમાં દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે દિવાળીના બીજા દિવસે સવારના સમયે તેમણે અનેક જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને હજારો કરોડોના વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. ત્યારબાદ અમિત શાહ હળવાશની પળો માણતા જોવા મળ્યા. બપોરના સમયે તેઓ પરિવાર સાથે ફિલ્મ ‘રામાયણ’ જોવા માટે પહોંચ્યા હતા.
અમદાવાદના વિદ્યાર્થીઓ માટે જોધપુરમાં તૈયાર કરાયેલા અદ્યતન નોલેજ હબનું ગૃહમંત્રી અમિત શાહે કર્યુ લોકાર્પણ- Video
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
