09 નવેમ્બરના મહત્વના સમાચાર : આજથી દેશના 13 રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, IMDની વાવાઝોડા અને હિમવર્ષાની આગાહી
આજે 09 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દાહોદના લીમખેડામાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઈજા
દાહોદના લીમખેડામાં બે જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. દૂધિયા ગામ નજીક બે જૂથો સામસામે આવી જતાં લાકડીઓ અને પથ્થરો વડે મારામારી થઈ હતી. બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
-
આજથી 13 રાજ્યોના વાતાવરણમાં આવશે પલટો, IMDની વાવાઝોડા અને હિમવર્ષાની આગાહી
દેશના હવામાનમાં આજથી મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા દેશનાં 13 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું અને હિમવર્ષાને લઈને આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. બિહાર અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. બીજી તરફ તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 12 નવેમ્બરે કાશ્મીર ઘાટીમાં હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે અનેક રાજ્યોમાં હવામાનની સ્થિતિ બદલાવાની શક્યતા છે.
-
આજે 09 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 09,2026 7:08 AM
